<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાજકોટ ચેમ્‍બર દ્વારા ભગવાનશ્રી મહાવીરની જન્‍મ જયંતી નિમિતે યોજાયેલ શોભાયાત્રાના વધામણા

 રાજકોટ ખાતે ભગવાનશ્રી મહાવીરની જન્‍મ જયંતીની રંગે ચંગે ઉજવણી ક૨વામાં આવેલ. આ તકે શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજાયેલ હતી. જેમાં શ્રધ્‍ધાળુઓ, મુની ભગવંતો, શ્રાવકો હર્ષ-ઉલ્લાસથી જોડાયેલ. આ પ્રસંગે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝર ૨ વિનોદભાઈ કાછડીયા, કારોબારી સભ્‍ય નિલેશભાઈ ભલાણી, સી રાજેશભાઈ જુંજા, સત્‍યેનભાઈ પટેલ દ્વારા ભગવાનશ્રી મહાવીરની યોજાયેલ વિશાળ શોભાયાત્રાનું ઉત્‍સાહ પુર્વક હેર વર્ષની જેમ અભિવાદન કરવામાં આવેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:21 PM IST)