<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

આપણા દેશમાં સત્‍કાર્યો કરવા માટે ઘણી તકોઃ વિજયભાઇ રૂપાણી

શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા જ્ઞાન સંકલ્‍પ યોજના કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ-રાજકોટ દ્વારા આયોજિત જ્ઞાન સંકલ્‍પ યોજનાના સતત ૭મું વર્ષ પૂર્ણ થઈ ૮માં  વર્ષમાં પ્રારંભ પ્રસંગે આયોજીત  કાર્યક્રમમાં સમસ્‍ત બ્રહ્મસમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્‍વી બાળકોને પસંદ કરી તેમની ધો. ૯ થી ઉચ્‍ચ અભ્‍યાસ સુધીના ખર્ચની જવાબદારી શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટ ઉઠાવે છે. આ પ્રસંગે  

રાજયના પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળા,  કેળવણીકાર   ગુલાબભાઇ જાની,ભાજપ પ્રદેશ અગ્રણી કશ્‍યપભાઈ શુક્‍લ, રોલેક્‍સ ઇન્‍ડ. ના એમ.ડી.મનીષભાઈ મદેકા, દાદાજી ઓર્ગેનિકના એમ.ડી. દિનેશભાઈ પંડ્‍યા, શ્રીમતી નીલાબેન વ્‍યાસ, ઉપસ્‍થિત રહેલ. મહાનુભાવોનું ભગવાન શ્રી પરશુરામનું શષા ફરસી આપી તેમજ શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.સમારંભના અધ્‍યક્ષ અને પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ટ્રસ્‍ટ શ્રી પૂજીત રૂપાણી ટ્રસ્‍ટ સંચાલિત જ્ઞાન પ્રબોધની યોજનાનો ઉદભવ અને કાર્યોની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે આપણું કામ ચિથરે વીટેલ રત્‍નોને શોધી યોગ્‍ય પ્‍લેટફોર્મ પૂરું પાડવાનું છે એમની ખુશી અને સંતોષ જોઈ ત્‍યારે ખરાં અર્થમાં સમાજ પ્રત્‍યેનું ઋણ અદા કર્યાનો આનંદ મળે છે. આપણા દેશમાં આવા સત્‍કાર્યો કરવા માટે દ્યણી તકો છે અને ખરા અર્થમાં સેવા કરનારની તમામ જરૂરિયાત સમાજ પૂર્ણ કરી જ દેતો હોય છે.

આ પ્રસંગે સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ જણાવેલ કે આ પોજેક્‍ટના ઉદભવ અને હાલ કેવી રીતે અમલીકરણ થાય છે તેની વિસ્‍તૃત માહિતી આપતાં જણાવ્‍યું કે હાલ અમે રાજકોટ શહેરના બ્રહ્મપરિવારના બાળકો માટે કાર્યરત છીએ ગુજરાતના બ્રહ્મ પરિવારના બાળકો સુધી આ પ્રોજેક્‍ટ લઈ જવાની નેમ છે.

ઉદ્યોગપતિ દિનેશભાઇ પંડ્‍યાએ જણાવ્‍યું કે મારા પિતાજી ગામડામાં ટપાલી હતાં અને મારે ધો. ૧૨ સાયન્‍સમાં ૯૨% હતાં પણ આર્થિક પરિસ્‍થિતિને કારણે હું આગળ ભણી ન શક્‍યો માટે આવા પ્રોજેક્‍ટનું મહત્‍વ મારાથી વધુ કોણ સમજી શકે અને હું તો ટપાલી જ છું એક હાથે લઈ બીજા હાથે આપું છું.

આ પ્રોજેક્‍ટના લાભાર્થી વિદ્યાર્થીઓ પૈકી ત્રિવેદી રિયાએં જણાવ્‍યું કે મારે ધો. ૧૨માં ૯૯.૯૯ પીઆર એટલે કે સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું ત્‍યારે મારા પરિવારમાં ખુશી સાથે દુઃખનું માહોલ સર્જાયું હતું કારણ કે મારે આગળ સીએ બનવું હતું અને એ માટે ખુબ જ ખર્ચ થાય એમ હતો. આ દરમિયાન મારા શિક્ષક દ્વારા જ્ઞાન સંકલ્‍પ યોજનાની માહિતી મળી

જ્ઞાન સંકલ્‍પ યોજનામાં  ફોર્મ ૨૧, એપ્રિલ સોમવાર સુધીમા શ્રી મુરલીધર હાઈસ્‍કૂલ, ૮/૧૧, વર્ધમાનનગર, પેલેસરોડ, રાજકોટ ખાતેથીમેળવી, ભરીને ત્‍યા જ આપવાના રહેશે. ત્‍યારબાદ પસંદગી સમિતિ દ્વારા તા. ૨૭, એપ્રિલ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યે એક પ્રવેશ કસોટી લેવામાં આવશે અને આ કસોટી દ્વારા પસંદ થયેલ બાળકોને ધો.૯માં  મેરીટ આધારીત પ્રવેશ આપવામાં આવશે વધુ માહિતી માટે ડો અતુલ વ્‍યાસ (પ્રોજેકટ ઇન્‍ચાર્જ) ૯૮૨૪૪૬૦૮૪૨, દર્શિત જાની (પ્રમુખ)  ૯૮૭૯૦૦૯૩૯૨ નો સંપર્ક કરવો.

કાર્યક્રમને સફળ બનાવવા કશ્‍યપભાઈ શુક્‍લ અને બ્રહ્મસમાજના પ્રમુખશ્રી અને પ્રોજેક્‍ટના સ્‍વપ્‍નદ્રષ્ટા શ્રી દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્‍ટ ચેરમેન ડો. અતુલભાઈ વ્‍યાસ, દીપકભાઈ પંડ્‍યા, જનાર્દનભાઈ આચાર્ય, નલીનભાઇ જોશી, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઇ જાની, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, વિપુલભાઈ શુક્‍લ, નિકેતભાઈ જોશી, ઓમકાર ભટ્ટ, મયુરભાઈ પાઠક વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:21 PM IST)