<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

કપીલા હનુમાન મંદિરે શનિવારે હનુમાન જયંતિ ઉજવાશે : મારૂતી મહાયજ્ઞ સહીતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૦ : આજી નદીના કાંઠે રામનાથપરા સ્‍મશાનથી આગળના ભાગે ભીચરી નાકા પાસે આવેલ શ્રી કપીલા હનુમાનજી ચૈતન્‍યધામ ખાતે તા. ᅠ૧૨ ના શનિવારે હનુમાનજીનો જન્‍મોત્‍સવ ઉજવાશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સેવકગણે જણાવ્‍યુ હતુ કે હનુમાન જયંતિ નિમિતે સવારે ૬ વાગ્‍યે પ્રાતઃઆરતી, સવારે ૮ વાગ્‍યે મારૂતી મહાયજ્ઞ, બપોરે ૧૨.૩૦ વાગ્‍યે બીડુ હોમાશે, બપોરે ૧ વાગ્‍યે થાળ મહાઆરતી, સાંજે ૪.૩૦ વાગ્‍યે બટુક ભોજન, રાત્રે ૯.૩૦ વાગ્‍યે સંતવાણી-હસાયરો, રાત્રે ૧૨ વાગ્‍યે પ્રાગટય ચૈતન્‍ય મહાઆરતી ઢોલ-નગારાના તાલે થશે.

ઉલ્લેખનીય છે કે આ જગ્‍યા યાત્રાળુ હનુમંત સ્‍વરૂપ વાનરજી મહારાજની સમાધી ઉપર બનેલ પૌરાણીક મંદિર છે. જેની સ્‍થાપના તા. ૩૦-૭-૧૯૫૨ માં થઇ હતી. આશરે ૭૪ વર્ષથી આ જગ્‍યા પર અત્‍યાર સુધીમાં ૩૯ વખત શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ, ૨૧ વખત શ્રીરામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ, ૧ વખત શ્રીરામ કથા, ૧૩૧ વખત શ્રી મારૂતિ મહાયજ્ઞ, ૨૦ વખત શ્રી શિવ મહામંત્ર જાપ સાથે હોમાત્‍મક યજ્ઞ ઉપરાંત ૭૩ વર્ષથી બટુક ભોજન, વિદ્યાર્થી સન્‍માન સહીતના આયોજનો થતા આવ્‍યા છે.

ત્‍યારે શનિવારે તા. ૧૨ ના યોજાયેલ હનુમાન જયંતિ મહોત્‍સવમાં ધર્મપ્રેમીજનોએ સાથે જોડાવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કપીલા હનુમાનજી મંદિરના સેવકો પહાડી કંઠના ગાયક કૌશિક મહેતા, રીધમ રાઠોડ, ચંદ્રેશ તલાણી, મનીશ ગોહેલ, હિરેન ટંકારીયા, અશ્વિન પાટડીયા, સાકેત પીત્રોડા, સ્‍ટુડીયો શિવના માલીક ભાવિન રસિકભાઇ ખખ્‍ખર, રીધમ કિરીટભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:23 PM IST)