<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રઘુવંશી મિત્ર મંડળ દ્વારા રામનવમીની ભાવપૂર્વક ઉજવણી

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્‍થિતિઃ પ૦૦ ભાવિકોએ પ્રસાદ લીધો

રાજકોટ, તા. ૧૦ : રઘુવંશી મિત્ર મંડળ રાજકોટ દ્વારા ભગવાન શ્રી  રામના જન્‍મોત્‍સવ નિમિત્તે રામનવમીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનશ્રી રામનું હંગામી મંદિર પણ ખુબ સુંદર રીતે બનાવવામાં આવ્‍યું હતું અને તેમાં સંપૂર્ણ રામ દરબારની પધરામણી કરાવવામાં આવી હતી. ર૧ બ્રાહ્મણોની સાથે-સાથે અંદાજે પ૦૦ જેટલા ભકતજનોએ ફરાળ -પ્રસાદ લઇને ધન્‍યતા અનુભવી હતી.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ અગ્રણી શ્રી કાળુમામા, કપિલભાઇ નથવાણી, ધનેશભાઇ જીવરાજાની, કુયુરભાઇ અનડકટ, પીયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, વિનયભાઇ જસાણી, ડો. ભાવેશભાઇ વિઠ્ઠલાણી, મનહરભાઇ જોબનપુત્રા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્‍થિતિમાં રામનવમીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રામનવમીની ઉજવણીમાં રઘુવંશી મિત્ર મંડળ રાજકોટના જયેશભાઇ કક્કડ, હિતેષભાઇ અનડકટ, ભાવેશભાઇ રૂપારેલીયા, કપિલભાઇ ગણાત્રા, રવિભાઇ માણેક, દીપભાઇ કોટેચા, સચીનભાઇ નથવાણી, શુભમભાઇ રાઘુરા, નિતિનભાઇ ઉનડકટ, કલ્‍પેશભાઇ કોટેચા, જયદીપભાઇ સોઢા, માધવભાઇ કોટેચા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, કેયુરભાઇ ભૂપતાણી, રેલનગર રઘુવંશી મિત્ર મંડળના મહિલા મંડળની સમગ્ર ટીમ વિગેરએ ભારે જહેમત ઉઠાવી હતી.

(4:07 PM IST)