News of Thursday, 10th April 2025
મનિષાબેનને તોૈસિફ અને તેના પત્નિએ ફટકાર્યાઃ તોૈસિફને વાળ ખેંચી કપડા ધોવાના ધોકા અને તપેલીથી મારકુટ
નાણાવટી ચોક નંદનવન આવાસમાં પડોશીઓ વચ્ચે રિક્ષા પાર્કિંગ મુદ્દે જામી પડી મનિષાબેનની ફરિયાદ પરથી તોૈસિફ, તેની પત્નિ આયેશા સામે અને તોૈસિફની ફરિયાદ પરથી મનિષાબેન અને તેના પતિ ગોપાલ સહિત ત્રણ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: ગાંધીગ્રામ નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં બે પરિવારો વચ્ચે પાર્કિંગમાં રિક્ષા રાખવા મુદ્દે મારામારી થઇ હતી. જેમાં આહિર મહિલાના ઘરમાં મુસ્લિમ યુવાન અને તેના પત્નિએ ઘુસી તોડફોડ કરી પાઇપથી માર મારતાં આ મહિલાને ઇજા થઇ હતી. સામે મુસ્લિમ યુવાન પણ પોતાને આહિર મહિલા, તેના પતિ સહિતે ઘરમાં ખેંચી વાળ પકડી માર મારી તપેલી અને ઢીકાપાટુનો માર માર્યાનું કહેતાં પોલીસે બંનેની ફરિયાદ નોંધી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટર નં. ૧૦૭ બ્લોક નં. ૧૨માં ચોથા માળે રહેતાં મનિષાબેન ગોપાલભાઇ કનારા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી આ બ્લોકમાં જ ક્વાટૃર નં. ૧૦૭માં રહેતાં તોૈસિફ હનીફભાઇ હુનાણી અને તેના પત્નિ આયેશા તોૈસિફ હુનાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મનિષાબેન કનારાએ જણાવ્યું છે કે હું મારા પતિ સાથે રહી સિલાઇ કામ કરી ગુજરાન ચલાવુ છું. મારા પતિ રિક્ષા હંકારવા સાથે ઘર પાસે કટલેરીની કેબીન પણ ચલાવે છે. છેલ્લા દસેક દિવસથી અમારી સાથે મારા દેરાણી શિલ્પા અને દિયર જયવીર પણ અમારી સાથે રહે છે. બુધવારે અમારે કટલેરીનો સામાન ખુટી જતાં મારા દિયરની રિક્ષા લઇને અમે કટલેરી ખરીદવા ગોંડલ ગયા હતાં. રાતે સાડા દસેક વાગ્યે પરત આવ્યા હતાં. એ દરમિયાન ચોથા ળામે જ રહેતાં બહેન કે જેનું નામ મને આવડતું નથી પણ ચારેક મહિના પહેલા નવા રહેવા આવ્યા હોઇ ત્યારે નામ પુછતાં પોતે દરબાર છે તેવુ કહ્યું હતું.
દરમિયાન રમઝાન મહિનો આવતાં આ બહેનના પતિ માથે મુસ્લિમ સમાજ પહેરે તેવી ટોપી પહેરીને આવતાં મેં તે બહેનને આ બાબતે પુછતાં તેણીએ પોતે હિન્દુ દરબાર છે પણ મુસ્લિમ સાથે લવમેરેજ કર્યા છે તેમ કહ્યું હતું. આ બંને પતિ-પત્નિએ અમારા ઘરનો દરવાજો ખખડાવતાં દરવાજો ખોલ્યો હતો. આ વખતે મહિલાના પતિએ તમારી રિક્ષા લઇ લો મારે મારી રિક્ષા રાખવી છે તેમ કહેતાં અમે કહેલુ કે તમે ભાડેથી રહો છો અને અમારે ઘરનું ઘર છે. રિક્ષા રાખવાનો પહેલો હક્ક અમારો છે. જેથી મહિલાના પતિએ તારે બાધવુ જ છે ને? તેમ કહી ગાળો દીધી હતી અને મારા ઘરમાં રહેલા ગરબીના સ્પીકરને પછાડી ફ્રીઝનો દરવાજો ખુલ્લો હોઇ તે જોરથી પછાડી તેમજ વાયરીંગ તોડી નાંખી સામાન ફેંકવા માંડયો હતો. મારા પતિએ તેને આવુ ન કરવા સમજાવતાં આ શખ્સ અને તેની પત્નિએ તમે હજી અમને ઓળખતા નથી તેમ કહી રિક્ષા તો તમારે પાર્કિંગમાંથી લેવી જ પડશે કહી મને, મારા પતિ, દેરાણી, દિયર સાથે ઝપાઝપી કરી ઢીકાપાટા મારી આખા ખાનદાનને મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી એ શખ્સે રિક્ષામાંથી પાઇપ લાવી મને હાથના કાંડા પર મારી દીધો હતો. માણસો ભેગા થઇ જતાં આ પતિ-પત્નિ ભાગી ગયા હતાં અને મને હોસ્પિટલે ખસેડાઇ હતી. બાદમાં અમે પડોશીઓની પુછતાછ કરતાં આ હુમલો કરનારનું નામ તોસિફ હનીફભાઇ મુનાણી અને તેની પત્નિનું નામ આયેશા હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી તરફ આ બનાવમાં તોૈસિફ હનીફભાઇ મુનાણી (ઉ.વ.૩૦) પણ સિવિલ હોસ્પિટલમાં પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે દાખલ થયો હતો. પોલીસે તેની ફરિયાદ પરથી ગોપાલ આહિર, મનિષાબેન ગોપાલ આહિર અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. તોૈસિફે જણાવ્યું હતું કે હું ચાર પાંચ મહિનાથી આ ક્વાર્ટરમાં રહુ છું અને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડીના પાટે રિક્ષાના ફેરા કરુ છું. મેં બે વર્ષ પહેલા મુકેશભાઇ મણવરની દિકરી કિરણ (ઉ.વ.૨૯) સાથે લવમેરેજ કર્યા છે. પરિવાના સભ્યોએ રાજીખુશીથી કોર્ટ મેરેજ કરાવી દીધા છે. મારા માતા-પિતા બજરંગવાડીમાં રહે છે. કોર્ટ મેરેજ બાદ મોૈલાનાની હાજરીમાં નિકાહ પડી લીધા છે. મારી પત્નિ કિરણના આ બીજા લગ્ન છે. તેની આગલા ઘરની દિકરી પણ મારી અમારી સાથે રહે છે. મારી પત્નિનું નામ બદલીને આયેશા રાખેલ છે.
રાતે નવેક વાગ્યે હું, મારી પત્નિ આયેશા અને દિકરી રિક્ષા લઇ મારા માતાને તબિયત સારી ન હોઇ ટીફીન દેવા ગયા હતાં. ત્યાંથી પરત સાડા નદસેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે હું જ્યાં રોજ મારી રિક્ષા પાર્ક કરુ છું ત્યાં અમારી વિંગમાં જ રહેતાં ભાઇએ તેની બે રિક્ષા રાખી દીધી હોઇ હું તેને તમારા સગાની એક રિક્ષા દૂર હટાવી લો તો મારી રિક્ષા રાખી શકુ તેમ કહેવા જતાં તેણે બીજી રિક્ષા પણ મારી જ છે અને તે હટશે નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમજ તેના પત્નિ સહિતની સાથે મળી મને વાળ ખેંચી તેના ઘરમાં લઇ જઇ કપડા ધોવાના ધોકાથી માર માર્યો હતો. તેમજ તપેલીથી પણ માથામાં માર મારી વિખોડીયા ભરી ધમકી આપી હતી. માણસો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. એ પછી મને દવાખાને ખસેડાયો હતો. બાદમાં મને ખબર પડી હતી કે મારી સાથે મારામારી કરનારનું નામ ગોપાલ આહિર અને તેના પત્નિનું નામ મનિષાબેન આહિર છે. તેમ વધુમાં તોૈસિફે કહેતાં યુનિવર્સિટીના એએસઆઇ એચ. જે. જોગડાએ બંને ગુના દાખલ કરાવ્યા હતાં.
(3:28 PM IST)










