<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ગોંડલીયા લેઉવા પટેલ પરિવાર દ્વારા રવિવારે રાજકોટમાં સ્‍નેહ મિલન સમારોહ - રાસ ગરબા

રાજકોટ તા. ૧૦ : સમસ્‍ત ગોંડલીયા (લેઉવા પટેલ) પરિવાર રાજકોટ દ્વારા પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ તા. ૧૩ ના રવિવારે સેલીબ્રેશન ટ્રી પાર્ટીલોંજ, કોઠારીયા મેઇન રોડ ખાતે સાંજે ૪.૩૦ વાગ્‍યે યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ શહેર જિલ્લામાં વસતા પાટીદાર ગોંડલીયા પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહેશે.

ગણેશ વંદના, ખોડીયારમાંના રાસ, દાતાઓનું સન્‍માન, પારિવારિક રાસ ગરબા, સાઇબર ક્રાઇમ વિષે જાણકારી સહીતના કાર્યક્રમો થશે. આશરે ૨૫૦૦ થી વધુ પરિવારજનો ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણથયે ભોજનની વ્‍યવસ્‍થા રાખેલ છે. ત્‍યારબાદ પારિવારિક ઓળખ અને જાણકારીનો પણ ઉપક્રમ રાખેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનોજભાઇ, પંકજભાઇ, વિક્રમભાઇ, લલીતભાઇ, ચેતનભાઇ, નરેશભાઇ, જેન્‍તીભાઇ, રમેશભાઇ, સતિષભાઇ, શિરિશભાઇ, સાગરભાઇ, ભાવેશભાઇ, હિતેષભાઇ, રોહિતભાઇ, પરેશભાઇ, મહેન્‍દ્રભાઇ, નિખિલભાઇ, પ્રતિકભાઇ, નિલેશભાઇ, રાકેશભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહીતી માટે મો.૯૪૨૮૨ ૫૪૩૯૩ અથવા મો.૯૮૨૫૬ ૭૨૫૯૨ અથવા મો.૯૨૨૭૭ ૩૧૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.કાર્યક્રમ પૂર્ણ થયેલ ગોંડલીયા પરિવારની યુ-ટયુબ ચેનલ પર અપલોડ કરાશે. ગમે ત્‍યારે આખો કાર્યક્રમ નિહાળી શકાશે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગોંડલીયા પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(3:54 PM IST)