<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

માધાપર બસ સ્‍ટેશન ફરી શરૂ કરાતા મીઠાઇ વિતરણ-આતશબાજી

હજુ આ બસ સ્‍ટેશનમાં પંખાનો અભાવ, પરબ પર ગ્‍લાસનો અભાવ, ડામર કામનો અભાવ ધ્‍યાને આવતા ફરી રજુઆત

રાજકોટ : મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા થયેલ રજુઆતના પડઘારૂપે રાજકોટના માધાપર ચોક બસ સ્‍ટેન્‍ડને ફરી કાર્યરત કરાતા તેની ખુશીમાં સમિતિના સભ્‍યો દ્વારા મીઠાઇ વિતરણ કરી ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ આ બસ સ્‍ટેશન છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાયુ હતુ. જેના કારણે આ વિસ્‍તારના મુસાફરોને ખુબ હાલાકી ભોગવવી પડતી હતી. આ બાબતે હિત રક્ષક સમિતિ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજુઆતો કરાતા તેની સફળતારૂપે હાલ ફરી માધાપર બસ સ્‍ટેશન શરૂ કરી દેવાયુ છે. જો કે હજુપણ આ બસ સ્‍ટેશનમાં પંખાનો અભાવ, પાણીના પરબ પર ગ્‍લાસનો અભાવ જેવી ક્ષતિઓ પણ નજરે પડી હતી. તેમજ બસના એન્‍ટ્રી એકઝીટ માર્ગો પર ખાડા હોય ડામર કરવા અથવા મોરમ નાખવા તેમજ વિદ્યાર્થીઓ માટે પાસ કાઢી આપવા જેવી સુવિધાઓ પણ અહીં શરૂ કરવા મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆતો કરવામાં આવી છે.

(3:59 PM IST)