<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગોક્રાંતિનો સૂર્યોદય : ભારતની ગોભૂમિને પુર્નજન્મ આપતી સફર

મનસુખભાઈ સુવાગીયાએ દાવો કર્યો છે કે તેમણે ૬૦૦૦થી વધુ ગામોમાં ૧૦૦૦૦થી વધુ ગ્રામસભાઓમાં ગોવંશના વિનાશના કારણો અને તેના ઉકેલોનું વિજ્ઞાન સમજાવ્યું. તેમણે 'ગીર ગાય', 'કાંકરેજ ગાય', 'ગોસત્વ' અને 'કૃષિ સંહિતા' જેવા ગ્રંથો લખ્યા, જેની ૯ લાખથી વધુ -તો ગુજરાતી-હિન્દીમાં વહેંચાઈ. વધુમાં તેમણે દાવો કર્યો કે આનાથી ગીર ગાયની સંખ્યા ૫૦૦૦થી વધીને ૩ લાખ થઈ, અને કાંકરેજ ગાયનો ક્રાંતિકારી વિકાસ થયો. ગાયના દૂધનું મૂલ્ય ૧૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા અને ઘી ૧૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા પ્રતિ કિલો થયું

રાજકોટ : ભારતની વેદભૂમિ, જ્યાં ગાયને માતા અને ગોમૂત્ર-ગોબરને અમૃત સમાન ગણવામાં આવતું હતું, તે આજે ગોવંશના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ગીર અને કાંકરેજ ગાયોની ગોક્રાંતિ બાદ પણ દેશના ૫૫ અન્ય ગોવંશ લુપ્ત થવાની કગાર પર છે. આવા સમયે જળક્રાંતિના -ણેતા મનસુખભાઈ સુવાગીયાની ગોવેદ વિજ્ઞાનની ચળવળ ભારતને ફરી ગોભૂમિ રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ છે.

ગોવંશના પતનનાં મૂળ કારણો

મનસુખભાઈએ ગોવંશના વિનાશનાં ૯ મુખ્ય કારણો શોધી કાઢ્યાં

વિદેશી જર્સી-એચએફ સાંઢથી દેશી ગાયોનું વર્ણસંકરણ 

ટ્રેકટરના ઉપયોગથી બળદોની ઉપયોગિતા ખતમ 

રાસાયણિક ખાતરોથી ગોબર-ગોમૂત્રની ઉપેક્ષા 

ડેરીઓમાં ગાય-ભેંસ-જર્સી દૂધનું મિશ્રણ 

શિક્ષણમાં ગોવિજ્ઞાનનો અભાવ 

ગૌચર ભૂમિનો વિનાશ 

જળસંકટ 

ગ્રામ્ય કૃષિ અર્થતંત્રનું પતન 

વેદ અને આયુર્વેદના વિજ્ઞાનનું વિસ્મરણ

વર્ષ ૨૦૦૦થી મનસુખભાઈએ ગીર ગાયના પુનરુત્થાનથી ગોક્રાંતિનો શુભારંભ કર્યો. તેમણે ગોરક્ષા માટે ૬ સિદ્ધાંતો આપ્યા

ગીર, કાંકરેજ અને દેશી ગાયોનું ઘર-ઘર સંવર્ધન 

જાતવાન નંદીથી ગોસંવર્ધન 

ગાયના દૂધ, ઘી, માખણ, દહીં, છાશથી સ્વાસ્થ્ય-દ આહાર 

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી 

જળસંકટ મુકત ગામો 

વિદેશી જર્સી પશુઓનો બહિષ્કાર

દેશભરમાં ગોવેદનો -ચારૅં મનસુખભાઈ સુવાગીયાએ  દાવો કર્યો છે કે તેમણે ૬૦૦૦થી વધુ ગામોમાં ૧૦૦૦૦થી વધુ ગ્રામસભાઓમાં ગોવંશના વિનાશના કારણો અને તેના ઉકેલોનું વિજ્ઞાન સમજાવ્યું. તેમણે 'ગીર ગાય', 'કાંકરેજ ગાય', 'ગોસત્વ' અને 'કૃષિ સંહિતા' જેવા ગ્રંથો લખ્યા, જેની ૯ લાખથી વધુ તો ગુજરાતી-હિન્દીમાં વહેંચાઈ.

વધુમાં તેમણે દાવો કર્યો કે આનાથી ગીર ગાયની સંખ્યા ૫૦૦૦થી વધીને ૩ લાખ થઈ, અને કાંકરેજ ગાયનો ક્રાંતિકારી વિકાસ થયો. ગાયના દૂધનું મૂલ્ય ૧૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા અને ઘી ૧૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા પ્રતિ કિલો થયું.

ગોવેદ : ગોરક્ષાનો મહાગ્રંથ : ૨૦૧૯માં મનસુખભાઈએ ગીરના જંગલમાં ૧૧૧ દિવસના તપ પછી 'ગોવેદ' નામનો ૨૫૦ પાનાનો મહાગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં ગાયની ૫૬ ઓળખ, ૩૩ કોટિ દેવત્વ, કામધેનુનાં ૩૬ લક્ષણો, ગોમૂત્ર-ગોબરના ગુણ, યજ્ઞવિજ્ઞાન, ગૌસંસ્કૃતિના ૩૬ સંસ્કાર અને ગોવંશ નિર્માણના ૧૬ સૂત્રોનો સમાવેશ છે. ઋષિવર્યોએ આ ગ્રંથને 'આર્ષજ્ઞાન' ગણાવ્યો છે.

ભવિષ્યનો સંકલ્પ : મનસુખભાઈનો ધ્યેય લુપ્ત થતા ૫૫ ગોવંશની રક્ષા, ગાય આધારિત -ાકૃતિક ખેતીથી ઝેરમુકત ભારત અને જળસંપન્ન ગામોનું નિર્માણ છે.

જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાવા તેઓ દેશવાસીઓને આહ્વાન કરે છે. આવો, ગોક્રાંતિના આ યજ્ઞમાં સહભાગી બનીએ અને ભારતને ફરી ગોભૂમિ બનાવીએ !

સંપર્ક માટે : ગોવેદ, કૃષિ ગ્રંથ અને અન્ય પુસ્તકો મેળવવા માટે :

જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ

મો.૯૯૭૯૮ ૬૪૫૦૩, ૯૪૨૬૨ ૫૧૩૦૧

વેબ : www.jalkrantitrust.org

ઈ-મેલ : [email protected].(

(4:14 PM IST)