<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

બામણબોરની સ્‍કુલ-આંગણવડી-આરોગ્‍ય કેન્‍દ્રમાં કલેકટર ડીડીઓનું એકાએક ચેકીંગઃ આરોગ્‍ય કેન્‍દ્રમાં અનેક ગેરરિતી

આરોગ્‍ય કેન્‍દ્રમાં લેબોરેટરી-ખાટલા ખખડધજઃ ડોકટરો-સ્‍ટાફનો ઉઘડો લીધો : મામલતદારને પણ ખખડાવ્‍યાઃ કેમ ચેકીંગ કરતા નથીઃ જે વસ્‍તુની જરૂર હોય તે કરો તમામ સુવિધા અપાશે

 

 

રાજકોટ, તા. ૧૧: રાજકોટ કલેકટર ડીડીઓ હિરાસર એરપોર્ટ પર મુખ્‍યમંત્રીના સ્‍વાગત બાદ બામણબોરની પ્રાથમિક શાળા-આંગણવાડી અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની એકાએક મુલાકાત લઇ ચેકીંગ કરતા ડોકટરો-શિક્ષકો-આંગણવાડી સંચાલક-સ્‍ટાફને દોડધામ થઇ પડી હતી.

કલેકટરશ્રી પ્રભાવ જોષી તથા ડીડીઓ શ્રી આનંદ્રએ આંગણવાડી ખાતે અને મધ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં બાળકોનો નાસ્‍તો, અપાતો પોસ્‍ટીક આહાર, સ્‍કુલના કોમ્‍પ્‍યુટર લેબ સહિત તમામ બાબતની ચકાસણી કરી હતી, બાળકો સાથે સુખડી-ચણાનું ભોજન લઇ તીખુ ઓછુ બનાવવા, તેલ ઓછુ રાખવા ટકોર કરી હતી.

આ પછી બન્ને અધિકારીશ્રીઓ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ઉપર દોડી ગયા હતા, ત્‍યાં ચેકીંગ કરતા લેબોરેટરી-ખાટલાની હાલત ખખડધજ જોવા મળી હતી, ડોકટરોને બરોબર ઉઘડો લેવાયો હતો, કલેકટરની સામે મામલતદાર હતા તેમને પણ કલેકટરે ખખડાવી નાંખી કેમ રેગ્‍યુલર ચેકીંગ નથી કરતા તેવો વેધક સવાલ સ્‍થળ ઉપર જ કર્યો હતો.

આ પછી, આરોગ્‍ય કેન્‍દ્રમાં જે કોઇ વસ્‍તુની જરૂર હોય, સાધનોની જરૂર હોય તે કહેવા અને તમામ સુવિધા ફટાફટ ઉભી કરી લેવા કલેકટરે તાકેદ કરી હતી.(૬.૧પ)

(2:24 PM IST)