<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ડો.આંબેડકરજીના જન્‍મ દિન નિમિતે રવિવારે ૧૩૭ સ્‍થળે નિઃશુલ્‍કનિદાન કેમ્‍પ

નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન, વિશ્‍વ હિન્‍દુ પરિષદ, સેવા ભારતી અને ડો.હેડગેવાર જન્‍મ શતાબ્‍દી સેવા સમિતિના સંયુકત ઉપક્રમે આયોજનઃ ભારત માતા અને ડો.આંબેડકરજીની તસ્‍વીરને ફૂલહાર કરી કેમ્‍પનો પ્રારંભ કરાશેઃ વિનામૂલ્‍યે નિદાન કરી જરૂર પડયે દવા પણ વિનામૂલ્‍યે અપાશે

 

 

રાજકોટ, તા.૧૧: વંચિતોના વિકાસ માટે આજીવન કાર્યરત રહેલા ભારતરત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મદિવસની ઉજવણી રાજકોટમાં સેવાકીય કાર્યો થકી કરવામાં આવશે.

નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન, વિશ્વ હિન્‍દુ પરિષદ , સેવાભારતી તથા ડૉ. હેડગેવાર જન્‍મ શતાબ્‍દી સેવા સમિતિના સંયુક્‍ત ઉપક્રમે, સમગ્ર ગુજરાતમાં સેવા વસ્‍તીઓમાં નિઃશુલ્‍ક આરોગ્‍ય નિદાન કેમ્‍પનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત રાજકોટ શહેરના પાંચેય ઝોનની સેવા વસ્‍તીઓમાં ૧૩૭ સ્‍થળે તા.૧૩ એપ્રિલને રવિવારના સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં નિઃશુલ્‍ક આરોગ્‍ય નિદાન કેમ્‍પ યોજવામાં આવશે.

આ કેમ્‍પોમાં આશરે ૫૦૦થી વધુ સેવાભાવી કાર્યકર્તાઓની ટીમ અને ૧૦૦થી વધુ ડોક્‍ટરની ટીમો દ્વારા સેવાવસ્‍તીમાં જઈને લોકોના આરોગ્‍યની વિનામૂલ્‍યે તપાસ કરવામાં આવશે. આમ ડોક્‍ટર આંબેડકરજીને અનોખી સેવાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કેમ્‍પમાં નિદાન બાદ લોકોને જરૂર પડ્‍યે વિનામૂલ્‍યે દવા પણ આપવામાં આવશે.

ભારત માતા તથા ડૉ. આંબેડકરજીની તસ્‍વીરને પુષ્‍પહાર અર્પણ કરીને દીપ પ્રાગટય બાદ નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં સર્વ સમાજના આગેવાનો જોડાશે. વિવિધ વિસ્‍તારોમાં કેમ્‍પ યોજવા માટે હાલ સેવાભાવી કાર્યકર્તાઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે.

રાજકોટમાં રૈયાધાર સેવા વસ્‍તી, ગુરુજીનગર સેવા વસ્‍તી આવાસ યોજના, વળંદાવન નગર, વિશ્વ નગર સેવા વસ્‍તી, કોઠારીયા સોલવન્‍ટ, સ્‍વાતિનગર, નીલકંઠનગર, અટીકા, મંછાનગર માર્કેટિંગ યાર્ડ, છોટુનગર સેવા વસ્‍તી સહિતના વિસ્‍તારોમાં આ કેમ્‍પ યોજાશે.

કેમ્‍પનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ કેમ્‍પ માટે રાજકોટના વિવિધ ડોક્‍ટર્સ એસોસિએશનનો સહયોગ મળી રહ્યો છે. આ કેમ્‍પ માટે સી.એ. પ્રવીણભાઈ ધોળકિયા, કિશોરભાઈ મુંગલપરા, ડૉ. નરેન્‍દ્રભાઈ દવે, બાદલભાઈ સોમમાણેકના માર્ગદર્શનમાં ટીમો કાર્ય કરી રહી છે. કેમ્‍પનું વિસ્‍તાર વાઈઝ વિશ્‍લેષણ અહીં રજૂ છેઃ

ઝોન -૧ વર્ધમાન

આંગણવાડી કેન્‍દ્ર, સોરઠીયા પ્‍લોટ., મોચી બજાર, શ્રધ્‍ધાનંદ વાલ્‍મીકી હરિજનવાસ, વોર્ડ ઓફિસ, બાલાજી મંદિર પાસે., રામનાથ મહાદેવ મંદિર પાસે., લલુડી વોકડી, રામદેવ મધુલી, નકલંક નગર.કોઠારિયા કોલોની વર્ડ ઓફિસ., નંદઘર, ભવનાથ મંદિર સામે., ખોડિયાર મંદિર., કોલવા હનુમાન મંદિર., કપિલા હનુમાન મંદિર, ૮૦ ફૂટ રોડ વાણીયાવાડી ગાર્ડન., વિવેકાનંદ નગર., રામેશ્વર મંદિર., રામપાર્ક - ૨, રામવન સામે, કોઠારીયા રીંગ રોડ.

કર્મજ્‍યોત વિદ્યાલય, દિપ્તીનગર - ૫, હુડકો પોલીસ સ્‍ટેશન પાછળ, કોઠારીયા રોડ, ખોડિયાર મંદિર, ખોડિયાર ચોક, સોલવન્‍ટ ક્‍વાર્ટર.

ઝોન -૨  મારૂતિ

બેકબોન, માધપર ગામ પાસ, માધાપર ગામમાં, રધેશ્‍યામ ગૌ શાળા, રામાપીર ચોકડી, રૈયા ધાર વિસ્‍તાર, પાણીના ટાંકા વાડ શેર, મનેશ્વર મહાદેવનું મંદીર, મનહર પુર ગામ, જામનગર રોડ, માઋતી સોસાયટી મહાદેવનું મંદીર, મારૂતી નગર, ડાંગર કોલેજ પાછલ, જામનગર રોડ, શાષાીનગર-૩, રામદેવપીર ચોક, શાષાીનગર, ધરમ નગર ૧૫૦ ફીટ રીંગ રોડ, અંબામાંનુ મંદિર, કળષ્‍ણ નગર, વોરા સોસ.પાસે, માધાપર ચોકડી પાસે, પુલ નીચે, સ્‍વામીનારાયણ મંદિર પાસે, નિધી સ્‍કુલ, ગાંધીગ્રામ, ભારતીનગર -૨, ફળેશ્વર મહાદેવનું મંદિર, બજરંગ વાડી, ભુષણ ગેસ એજન્‍સી પાસે, ન્‍યુ રંગ ઉપવન, શેરી નં.૩, છોટુનગર સામે, હનુમાન મઢી પાસે, અમરજીત નગર, ગોપનાથ મંદિર, વકિલ સાહેબ ગાર્ડન પાસે, છોટુનગર બસ્‍તી, અલ્‍કપુરી -૩, હનુમાન મઢી પાસે, કિટીપરા, ખોડીયાર માતાનું મંદિર, સીધી કોલોનીની બાજુમાં, શ્રી રામ સોસાયટી, સ્‍લમ કવાર્ટર, આવાસ યોજનાની બાજુમાં, ૫૩ કવાર્ટર, કર્ણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, પોપટપરા, મંગલ પાંડે સ્‍કુલ, જેલ પાછળ, રૂખડીયા, મહારાણા પ્રતાપ ટાઉન શીપ, રેલનગર, ડો. હેડગેવાર ટાઉનશીપ, રેલનગર, સંતોષીનગર, બાબુભાઇ પરેસાના ઘર પાસે, રેલનગર, સુભાષચંન્‍દ્ર બોઝ ટાઉન શીપ, રેલનગ્ર લોકમાન્‍ય ટાઉન સામે, અવધ બંગલો, પાણીના ટાંકા પાસે. રેલનગર

  ઝોન -૩ રણછોડ

આઝાદ હનુમાન મંદિર, પાંજરાપોળ, મેલડી માતાના મંદિર વાળો રોડ. આંગણવાડી કેન્‍દ્ર, ખીમાટીડાના શોરૂમ આગળ ઢાળ ઉતરતા, લાલપરી. ડૉ.આંબેડકર હોલ, ભીમરાવનગર-૨, પધ્‍યુમન પાકૅ સામે, માર્કેટીંગ યાડૅ પાછળ. વિજય કુમાર છાત્રાલય, ગામલક્ષ્મી સોસાયટી, પેડકરોડ. વિજયવંત હનુમાનજી મંદિર, નદી કાંઠે, ભગવતીપરા. રામાપીરનું મંદિર, રોહીદાસપરા, રણછોડ દાસ આશ્રમ વાળો રોડ,         આંગણવાડી, ૧૬/૧૮નો ખુણો વેલનાથપરા. ઉધમસિંહ ટાઉનશીપનું પાર્કીગ, ડી-માટૅ વાળો રોડ. લોકમાન્‍ય ટીલક ટાઉનશીપનું પાર્કીગ, રાજહાઈટસ વાળી શેરી, પટેલ વિજય ડેરી ની સામે, શિવધારા સોસાયટી પાછળ. નરસિંહ મહેતા ટાઉનશીપનું પાર્કીગ, સ્‍વામી નારાયણ મંદિર ની બાજુમાં, ડી-માટૅની પાછળ. શેરી નં.૫,જય જવાન જય કીશાન, નવ દુર્ગા ગરબી મંડળ ચોક, મંડપમાં. સર્વેશ્વર સ્‍કુલ, સમજુ પાન વાળો રોડ, નવાગામ. સુયૅમુખી હનુમાનજી મંદિરમાં, લાલપરી, મોરબીરોડ, નવાજકાત નાકા, રામનામ વિલા એપાર્ટમેન્‍ટમાં, લાખાજીરાજ ઉધોગ નગર શેરીનં.૧૩, ચુનારાવાડ. સેવા ભારતી ભવન, અમુલ સકૅલ ચોક, ૮૦ ફુટ રોડ. જય વડવાળા ચોક, ભારતનગર મેઈન રોડ, ગુજરાત હાઉસિંગ બોડૅ, રાજ ચામુંડા ચોક. હઠીલા હનુમાન મંદિર, મહાકાળી ચોકથી આગળ, ગંજીવાડા શેરી નં.૧૭. ભીમરાવ, કુવા વાળા હનુમાન, આર.ટી.ઈન્‍ડસ્‍ટ્રીઝ. માનસરોવર, દેવકીનંદન સોસાયટી, મહીકા મેઈન રોડ. બેડી ગામ. રતનપર,  પાથમીક શાળા.  ગૌરીદળ પાથમીક શાળા, સીતારામ ડેરી વાળી શેરી.

 ઝોન - ૪ નટરાજ

 લોધાસમાજની વાડી, ૧૨-વિજય પ્‍લોટ, શ્રી દરજી સમાજની વાડી, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, એચ. એન. શુક્‍લા કોલેજ, વૈશાલી નગર , આંગણવાડી, ગૌતમ નગર, આવાસ યોજના, હિંગળાજ નગર, શ્‍યામપ્રસાદ મુખર્જી સોસાયટી,  કાલાવડ રોડ, પરિશ્રમ સોસાયટી, કાલાવડ રોડ, ઓમ કો-ઓપરેટિવ સોસાયટી, કાલાવડ રોડ, શિલ્‍પન રેવા ફલેટના ખૂણા પર, તોરલ પાર્ક,તોરલ-૧-૨, (પ્રશીલ), શ્રી સોસાયટી, સરિતા વિહાર પાછળ, કાલાવડ રોડ, શ્રી અને આદર્શ (સરિતા વિહાર), મંગલમ હનુમાન મંદિર, RMC આંગણવાડી ૫૦, RMC આંગણવાડી ૫૧, RMC આવાસગેટ પાસે, લોર્ડસ સ્‍કૂલ સામે, RMC આંગણવાડી ૨૯, એકલવ્‍ય નગર, જનકપુરી, આવાસ, ગુરુજી નગર-૧, ગુરુજી નગર-૨, ગુરુજી નગર-૩, હનુમાનજી મંદિર, રામદેવજી મહારાજ મંદિર, આંગણવાડી, ડો. આંબેડકર ચોક, ગોપાલક હોસ્‍ટેલ, ધર્મેશ્વર મંદિર, મારવાડી સેવા વસ્‍તી, ચાર આઈ મંદિર વિસ્‍તાર રૈયાધાર, ઇન્‍દિરા નગર, રૈયાધાર, રૈયા ગામ - ૧, રૈયા ગામ - ૨, ધરમ નગર - ૧, ધરમ નગર - ૨.

ઝોન - ૫ લક્ષ્મી

લોધેશ્વર સેવા વસ્‍તી, એકતાનગર ક્‍વાર્ટર, ગોકુલધામ ક્‍વાર્ટર, આંબેડકર એકતાનગર ક્‍વાર્ટરન, નહેરુ નગર, ચામુંડા નગર આવાસ, વિશ્વ નગર, ખોડીયાર મંદિર, સાગર ચોક RMC ક્‍વાટર, અર્જુન પાર્ક, ઓમ નગર દેશળ ભગત, ભીમ નગર, ગંગા વસ્‍તી, ભવાની વસ્‍તી, લક્ષ્મણ ટાઉનશીપ રામાયણ વસ્‍તી, સીતાજી ટાઉનશીપ રામાયણ વસ્‍તી શિવ ટાઉનશિપ શ્‍યામલ વસ્‍તી, નારાયણ નગર.

વધુ માહિતી માટે વિશ્‍વ સંવાદ કેન્‍દ્ર સૌરાષ્‍ટ્ર પ્રાંત, રાજકોટ. મો.૯૪૨૮૨ ૦૦૦૬૦ ઉપર સંપર્ક કરી શકાશે. (રર.૧૪)

(2:25 PM IST)