<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

પૂ.જીગ્નેશદાદાની કથામાં ભાવિકોએ કથા શ્રવણ સાથે ચા ની ચુસ્‍કીની પણ મજા માણી

રઘુવંશી ટી ગ્રુપ રાજકોટની અનન્‍ય સેવાઃ ર૯૦૦ લીટર દુધનો ઉપયોગઃ આસામથી ચા મંગાવાઇ હતીઃ દિનેશ કારીયા-અરવિંદ બરછા

રાજકોટઃ રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજિત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ માં અકિલા પરિવારના મોભીશ્રી કીરીટભાઇ ગણાત્રાનાં સુભાશીષ સાથે દિનેશ કારીયા અને અરવિંદભાઈ બરછા ની માર્ગદર્શન હેઠળ રઘુવંશી ટી ગ્રૂપ રાજકોટ દ્વારા કથામાં દરરોજ તમામ શ્રોતાઓને ચા પીવડાવી સેવા કરવામાં આવી હતી. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો નિશાંતભાઇ ચોટાઇના સહીયારા પ્રયાસથી રાજકોટના રઘુવંશી ચા વેપારીઓ પણ ખુબ ઉત્‍સાહથી સેવા આપી હતી.

અમુલ ગોલ્‍ડ અને ટી સ્‍પેશ્‍યલ દુધમાં ચા બનાવાઇ હતી. આશરે ૨૯૦૦ લીટર દુધ ઉપયોગ કરવામાં આવેલ હતો. ચા ખાસ આસામ સીઝનની મંગાવવામાં આવેલ હતી. શ્રોતાઓ સરળતા થી  ચા પીઇ શકે તે માટે ચા ના કપ ઓર્ડર આપીને મંગાવ્‍યા હતા.આ આયોજન નાનામાં નાની વસ્‍તુનું ધ્‍યાન રાખવામાં આવેલ હતું.

શ્રી કીરીટભાઇ ગણાત્રાએ ચા સ્‍ટોલની  મુલાકાત લઇ અને ખુબ રાજી થયા હતા અને આ ચા ની સેવાને બીરદાવી હતી. તેમની સાથે રાજુભાઈ પોબારૂ ડો. નિશાંત ચોટાઇ, ધવલભાઈ કારીયા મનીષભાઈ રાડીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત લોહાણા મહાજન ટ્રસ્‍ટી કીશોરભાઇ  કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, હરીશભાઈ લાખાણી, અલ્‍પાબેન બરછા, શૈલેષભાઈ પાબારી અને કમલેશભાઈ મીરાણી, ડો.મિલાપ મશરૂ, ડો.મંયકભાઇ ઠક્કર, રમેશભાઈ ઠક્કર, પ્રમોદભાઈ ભંમર, ચંદુભાઈ ભંમર, ગોપાલભાઈ ભંમર, મહેન્‍દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ વગેરે મહાનુભાવાએ ચા ના સ્‍ટોલ ની મુલાકાત લીધી હતી

આ કથામાં એક કાકા કાકી તાલાલા ગીરથી આવેલ હતા.  પેહલા દિવસેકાકાને ખબર પડી કથામાં ચા પીવડાવવામાં આવે છે એટલે તે ચા સ્‍ટોલ આવીને ચા પીધી પછી એને શું પ્રરણા થઇ બીજે દિવસે કાકા કથામાં જવાને બદલે ચા સ્‍ટોલ આવીને ચા ની સેવા કરવા લાગ્‍યા. ૭ દિવસ સુધી તે કાકા સેવા આપી બીજો કીસ્‍સો એવો છે એક ૨૦ વર્ષ છોકરો રોજ કેશોદ થી આવીને ચા સ્‍ટોલ ઉપર સેવા કરતો સવારે આવે સાંજે જતો રહે. ખરેખર આ કથામાં આપ્રકારના પ્રેરણા લેવા જેવા ઘણા કીસ્‍સાઓ બન્‍યા છે.

રઘુવંશી ટી ગ્રૂપ રાજકોટ ના મિત્રો દિનેશભાઈ કારીયા અને અરવિંદભાઈ બરછાના માર્ગદર્શન હેઠળ આ સેવાના યજ્ઞમાં મનોજ ઉનડકટ, રજનીભાઈ ઉનડકટ, કિશોરભાઈ સોમૈયા, રાજુભાઈ દાવડા, રાજીવભાઈ રૂપારેલીયા, રાજુભાઈ માણેક, દેવેનભાઈ ઠક્કર, કેતન માનસત્તા, મનોજભાઈ સૂચક, હરીશભાઈ વસાણી, મુકેશભાઈ નથવાણી, પરેશ ચંદારાણા, પ્રશાંત દત્તા, મિતેશ સોમૈયા, બૈજુ રૂપારેલિયા, ચિરાગ પોપટ, પ્રફુલભાઈ પુજારા,  સાગર દાવડા, ચેતન તન્ના, ભરતભાઈ સોમૈયા, સુનિલભાઈ સાયાણી, બકુલભાઈ સાદરાણી, રાજુભાઈ જીવરાજાની, હિતેશભાઈ મણિયાર, હિમાંશુભાઈ વસંત, નલીનભાઇ સેલાણી, શાંતિલાલ પલાણ, રાજુભાઇ પાબારીએ સેવા આપી હતી. (૩પ.રર)

(2:27 PM IST)