તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
એસ.ટી બસ પોર્ટ પર ગરમીમાં શેકાતા મુસાફરોઃ સાત પ્લેટફોર્મ પંખા વિહોણાઃ હેરાન-પરેશાન
તાત્કાલિક એર કુલર અથવા પંખા ફીટ કરવા મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆત

રાજકોટ, તા.૧૧: સૌરાષ્ટ્રના પાટનગર સમાન શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર ૨૨ પ્લેટફોર્મ છે, પરંતુ આ પ્લેટફોર્મ નંબરના ૧,૫,૯,૧૧,૧૫,૧૯ અને ૨૦ પર એક પણ પંખો છે નહીં હજારો મુસાફરોને ફરજિયાત ભઠ્ઠીમાં શેકાવું પડે છે. હજારો મુસાફરોની અવર જવર વચ્ચે જ્યારે પંખા જ ન હોય તો તાત્કાલિક બસપોર્ટ પર જરૂરિયાત છે ત્યાં એર કુલરની વ્યવસ્થા કરવી અને જે પ્લેટફોર્મ પર પંખા નથી તે જગ્યાએ સાઈડમાં પંખા મૂકી મુસાફરોને રાહત આપવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ગુજરાત એસ.ટી મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ નંબર ૦૧૬૮૩૦થી ફરિયાદ કરવામાં આવી છે તેમાં તાત્કાલિક એર કુલરની વ્યવસ્થા મુસાફરો માટે કરવાની માંગ કરવામાં આવી છે.
તેમ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એસ.પી રાજાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા એ જણાવ્યું હતું.
(3:18 PM IST)










