News of Friday, 11th April 2025
ગંગોત્રી પાર્કમાં કેબીનમાંથી ચોરી કરનાર ઘનરાજ ઉર્ફે કેવલ પકડાયો
યુનિવર્સિટી પોલીસના હેડકોન્સ જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ મેસુરભાઇ કુંભારવાડીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને વનરાજભાઇ લાવડીયાની બાતમી

રાજકોટ તા.૧૧: રૈયા ગામ પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી કેબીન માંથી ચોરી કરનાર શખ્સને યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે રૈયાગામ પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી કેબીનમાં થયેલી ચોરી કરનાર શખ્સ રૈયાગામમાં બાઇક લઇને ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્યરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ લાવડીયાને બાતમી મળતા રૈયાગામથી મેલડીમાં ના મંદિર તરફ જતા કાચા રસ્તા પર બાઇક સાથે ઉભેલાહ ધનરાજ ઉર્ફે કેવલ માધવજીભાઇ સવાસડીયા (રહે. ગાંધીગ્રામ અંજલી પાર્ક શેરી નં. ૨) ને પકડી લઇ રૂા. ૧૪,૫૦૦ ની રોકડ, એક મોબાઇલ અને બાઇક મળી રૂા. ૫૦ હજારી માલમતા કબ્જે કરી હતતી પોલીસની પુછપરછમાં ધનરાજ ઉર્ફે કેવલે મોજશોખ માટે કેબીનમા઼ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી આ કામગીરી પી.આઇ.એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જી. ડોડીયા, એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજ સિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી.
(3:23 PM IST)










