<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

હું તમારો શુભચિંતક છું, તમારા પત્‍નિ રાતે બીજા સાથે વાતો કરે છે...યુવાનને મેસેજ કરી હેરાનગતિ

મજૂરી કરી ગુજરાન ચલાવતાં યુવાનને તેની પત્‍નિના ફોટા પણ મોકલાયાઃ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૧: સાયબર ક્રાઇમના વધુ એક બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.  જીલ્લા ગાર્ડન વિસ્‍તારમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં ૩૭ વર્ષના યુવાનને વ્‍હો્‌ટસએપ પર અજાણ્‍યા શખ્‍સે હાઇનો મેસેજ મોકલ્‍યા બાદ બે મિનીટ વાત કરવી છે, હું તમારો શુભચિંતક છું, તમારા પત્‍નિ રાતે બીજા સાથે વાત કરે છે તેવા મેસેજ કરી આ યુવાને પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં પોતાની પત્‍નિના ફોટા મુક્‍યા હોઇ તે ફોટા વ્‍હોટ્‍સએપથી મોકલી ખોટી વાતો કરી હેરાન પરેશાન કરતાં આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે.

યુવાને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરી ગુજરાન ચલાવુ છું. મેં મારી ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પર મારા અને પત્‍નિના ફોટા પોસ્‍ટ કર્યા છે. ગત તા. ૩/૩/૨૫ના રોજ સવારે અગિયારેક વાગ્‍યે મારા વ્‍હો્‌ટસએપ પર એક નંબર પરથી હાઇનો મેસેજ આવ્‍યો હતો અને મને બે મિનીટ વાત કરવાનું કહ્યું હતું. મેસેજ કરનારે લખ્‍યું હતું કે-હું તમારો શુભચિંતક છું, તમારા પત્‍નિ રાતે બીજા સાથે વાત કરે છે. આ પછી તેણે મારી ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં મેં રાખેલા મારા પત્‍નિના ફોટા મને મોકલ્‍યા હતાં. તેમજ મેસેજ કરનારે કહેલુ કે તમારી ભત્રીજીને પણ આ બાબતની ખબર છે.

આ પછી અવાર-નવાર આ ફોન નંબરના ધારકે મને મારી પત્‍નિ બાબતે તથા અન્‍ય બહાનાથી મેસેજ મોકલવાનું ચાલુ કર્યુ હતું. મારા પત્‍નિ બીજા સાથે વાત કરે છે તેવી ખોટી બાબત મને જણાવી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરતાં અને મેં જેમાંથી મેસેજ આવતાં હતાં તેમાં વ્‍હોટ્‍સએપ કોલ કરતાં ફોન લાગતો ન હોઇ માત્ર વ્‍હોટ્‍સએપ જ ચાલતુ હોઇ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં યુવાને કહેતાં હેડકોન્‍સ. એમ.મેમ. ટંકારીયાએ ગુનો દાખલ કરતાં પીઆઇ એસ. ડી. ગીલવાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:24 PM IST)