News of Friday, 11th April 2025
માત્ર ર૧ વર્ષની વયે જયોતિબાએ સામાજીક વિષમતાઓ સામે ક્રાંતિનો શંખ ફૂકયો હતો
મહાત્મા જયોતિરાવની આજે ૧૯૮ મી જન્મ જયંતિ જયોતિબાએ દેશની નારી અને પછાત હિન્દુઓને સામાજીક ગુલામીમાંથી મુકત કરવા પ્રતિજ્ઞા લીધી અને કહયું કે જ્ઞાનની કૂહાડી અજ્ઞાનતાના મોટા-મોટા વૃક્ષોને કાપવાની ક્ષમતા ધરાવે છે, ઉત્થાન માટે શિક્ષણ એક અમોઘ શષા છે, જે મનુષ્યને સ્વમાની, નિર્ભય અને વિવેકશીલ બનાવે છે. સત્ય અસત્ય જોવાની દિવ્ય શકિત આપે છે

મહાત્મા જયોતિરાવ ફુલે વિર્ઘાથી મિત્રના લગ્ન હોય મિત્રએ જાનમા આવવા આમંત્રણ આપેલ તેથી જયોતીબા ફુલે જાનમાં ગયેલ પરંપરા વાદી અને રૂઢીચુસ્ત બ્રામણોને ખબર પડતા જયોતિરાવને અપમાનીત કરીને કાઢી મુકે છે. મહાત્મા ફુલેને અપમાનીત વહેવારથી ઘરે જઈને તેમના પિતાશ્રીને વાત કરે છે ત્યારે એમના પિતા ગોવિંદરાવ એમને સમજાવે છે કે આપણે શુદ્ર વરણમાં આવીએ તેથી ઉચ્ચ જાતીના લોકોની જાનમાં ન જઈ શકાય. આ એક ચાલતી પરંપરા છે પરંતુ મહાત્મા ફુલે જાતીગત ભેદભાવને કારણે અપમાનીત વ્યવહારને ભુલી શકયા નહી જાતી ભેદની ભ્રમજાળને ભેદવા વિદ્રોહની જવાળા યુવા જયોતિના મનમા પ્રજલીત થઈ ઉઠી જે જીવનના અંત સુધી સતત જગતી રહી યુવા જયોતિરાવ ફુલે અપમાનીત થવાના કારણે એ વાતનો ખ્યાલ આવ્યો કે ભારતના કરોડો શુદ્ર અતિશુદ્ર સમાજના લોકો રોકડો વર્ષો થયા અપમાનીત અને લાચાર જીવન જીવી રહયા છે તે અપમાનીત જીવનમાંથી મુકતી મળે તે માટે મારી જાતને સર્મપીત કરુ છુ અને જીવનના અંત સુધી ઉચ્ચ નીચની ભાગલાવાદી વ્યવસ્થાને પરાજીત કરવા સંઘર્ષ કરીશ તેવી મનોમન પ્રતિજ્ઞા લે છે. ઉચ્ચ નીચની ભ્રમજાળને ભેદવા જ્ઞાન જરૂરી છે ઈતિહાસ જાણવો જરૂરી છે જે શિક્ષા વગર તે શકય નથી પોતે સાત અંગ્રેજી ભણેલા હતા વિચારક અને ચિંતક પણ હતા તેઓએ શુદ્રોના પતનના કારણો સોધી કાઢયા અને નીચે મુજબ સુત્ર લખ્યુ કેવિદ્યાના અભાવે મતી ગઈ, મતિના અભાવે નીતિ ગઈ, નીતિના અભાવે ગતી ગઈ, ગતીના અભાવે સંપતી ગઈ, સંપતી ના અભાવે શુદ્રોનુ પતન થયું. એક માત્ર શિક્ષણના અભાવે શુદ્રોની દુર ગતી થઈ એવુ મહાત્મા ફુલેને જ્ઞાન થયુ મહાત્મા ફુલેને એ પણ જ્ઞાન થયુ કે વર્ણ વ્યવસ્થાના શુદ્રો ભારતના મુળ નીવાસી ક્ષત્રીઓ છે, એવુ મૌલીક ચિંતન દ્વારા પ્રતી પાદીત કર્યુ સાથે સાથે માનવતાને ખંડખંડમા વિભાજીત કરનાર નિર્દય વ્યવસ્થાના સર્જકોને પરંપરાવાદી,ભ્રમવાદી, અને ભાગલાવાદી, કહ્યા
જયોતિબાએ સામાજીક વિષમતાઓ સામે ક્રાંતિનો શંખ ફુકયો ત્યારે તેમની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી જયોતિબાએ દેશની નારી તેમજ પછાત હિંદુઓને સામાજીક ગુલામીમાંથી મુકત કરવા ્પ્રતિજ્ઞા લીધી. તેઓએ કહયુ કે જ્ઞાનની કુહાડી અજ્ઞાનતાના મોટા મોટા વળક્ષને કાપવાની ક્ષમતા ધરાવે છે. ઉથાન માટે શિક્ષણ એક અમોઘ શષા છે જે મનુષ્યને સ્વમાની નિર્ભય અને વિવેકશીલ બનાવે છે સત્ય અસત્ય જોવાની દિવ્ય શકિત આપે છે.
મહાત્મા ફુલેને નારી શકિત માટે મોટો વિશ્વાસ હતો તેઓ કહેતા કે જે હાથ પાણુ જુલાવી શકે છે તે હાથ સંસાર ઉપર શાસન કરવાની સુખી કરવાની સંસારને સમળધ્ધ કરવાની તાકાત ધરાવે છે તેથી ફુલે દંપતીએ નકકી કર્યું કેસ્ત્રી પુરૂષના ભેદભાવ રાખ્યા વગર સર્વને શિક્ષિત બનાવો તે એજ માત્ર મુકિતનો માર્ગ છે તેથી પ્રથમ સાવીત્રીબાઈ ફુલેને સુશિક્ષિત કરવાનુ મહાત્મા કુલે નકકી કર્યુ
સાવીત્રીબાઈ અધ્યાપીકા બન્યા બાદ ૧૫/૦૫/૧૮૪૮ માં તમામ વર્ગની બાળાઓ માટે ભીડેવાળા પેઠ ખાતે મહારાણી અહલ્યાબાઈ હોલકરના નામથી ભારતની પ્રથમ બાલીકા વિદ્યાલય શરૂ કરી તેને કારણે પુણેમા પરંપરા વાદીઓએ ભયંકર વિરોધ શરૂ કર્યો અને કહયુ કેસ્ત્રીને શિક્ષણ આપવુ એ ધર્મ વિરૂધ્ધની પ્રવળતી છે મહાત્મા ફુલેના પિતા પર પરંપરા વાદીઓ દબાણ કરતા તેઓએ ગભરાયને મહાત્મા ફુલેને કહયુ કે તુસ્ત્રીઓને શિક્ષણ આપવાનુ છોડી દે અથવા ઘર છોડીદે મહાત્મા ફુલેએ ખુબ વિચારીને ઘર છોડવાનો વિકલ્પ પસંદ કર્યો. અનેક અડચણો અને કઠણાઈઓ નો સામનો કરીને ધીરે ધીરે કન્યા અને કુમાર શાળાઓની હારમાળ શરૂ કરી પરંતુ એની અસર પુરા મહારાષ્ટ્રમાં ઉભી થઈ મહાત્મા ફુલેને શિક્ષણ કાર્યમા મદદ કરનાર ગોવિંદરાવ જોષી તેમજ મોરો વિઠલ વાલેકર જેવા માનવતા વાદી ભ્રમ વાદીઓએ નાતબાર મુકવાના પ્રસંગો બન્યા મહાત્મા ફુલે દંપતીને ફાતીમા શેખ અને તેમના ભાઈએ મદદ કરી હતી આગળ જતા ૧૮૫૨ પુના માં લાઈબ્રેરીની સ્થાપના કરી કિશાનો અને મજદુરોને ધ્યાનમા રાખીને અંધશ્રધ્ધા દુર કરવા અને તેમનામાં વિવેક ભાન જગાવવા રાત્રી શાળાનુ અભ્યાન ૧૮૫૫ માં શરૂ કર્યુ. મહાત્મા ફુલેના હત્યાનો પ્રયાસ કરનારાઓને પડકાર્યા અને કહયુ કે હું તો તમારા માટે કામ કરૂ છુ અને મને મારવાથી તમારો ફાયદો થતો હોય તો મને જણાવો ત્યાર બાદ જીવનભર હુમલાખોરો અંગ રક્ષક રહ્યા આર્થીક સંકડામણ દુર કરવા મશનરી સ્કુલમાં અધ્યાપનની નોકરી પણ કરી વિધવા પુનઃલગ્ન માટે પરંપરા વાદીઓની પરવા કર્યા વગર જન જાગરણ કર્યું અને એ કામ કરનારાઓ અન્ય લોકોને સહયોગ પણ આપ્યો.
૧૮૬૩ માં બાળ હત્યા પ્રતિબંધ ગળહની સ્થાપના કરી જયાં વિધવાઓ શોષણનો ભોગ બને એવા સંજોગોમાં જીવ આપવાને બદલે પ્રસુતી કરાવી શકે અને બાળક સલામત રહે તે માટે આશ્રમની સ્થાપના ફુલે દંપતીએ કરી હતી. કાશીબાઈ નામની વિધવા મહીલાના અનઅધિકળત બાળકને દતક લીધુ પુત્રવત પ્રેમ આપ્યો યસવંત નામ આપ્યુ ભણાવ્યો ગણાવ્યો અને ડોકટર બનાવ્યો, અછુતોને પાણી માટે પોતાનો કુવો ખુલ્લો મુકયો. શિવાજી મહારાજની સમાધી સ્થળની મહાત્મા ફુલેએ મુલાકાત લીધી ત્યારે જારા જાખરામાં ઓજલ થઈ ગયેલી સમાધી સ્થળની સાફ સફાઈ કરી ઉજાગર કરી અને ફુલેએ શિવાજીની વીરતા અને પરાક્રમ ઉપર ગીત/પવાળા લખ્યા.
૧૧/૦૫/૧૮૮૮ ના દિવસે હજારો નિર્ધન દલીત શોસીત સામાજીક સુધારકો તેમજ હજારો ઉપેક્ષિત લોકોની વચ્ચે યુગ પુરૂષ મહાત્મા જયોતિરાવ ફુલેને મહાત્માની ઉપાધીથી નવાજયા આ સભામાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ખુદ હાજર રહેવાના હતા પરંતુ તે આવીશકયા નહી પરંતુ એક પત્ર દ્વારા સભાને જણાવ્યુ હતુ કે સામાજીત ક્રાંતીના અગ્રદુત જયોતિરાવ ફુલેને વોશિંગ્ટન ની ઉપાધીથી વિભૂષિત કરવા જોઈએ.
૧૮૭૬ થી કિશાનોની ઋણ મુકિત માટે આંદોલન ચલાવ્યુ સાહુકારોની દાદાગીરી કાયદાથી સમાપ્ત કરાવી કિશાનો ની ઋણમુક્તિ એ ઈતિહાસની પ્રથમ ઘટના હતી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પુના આવ્યા ત્યારે મહાત્મા ફુલે લીખીત પુસ્તક કિશાનોની સમસ્યા નામનુ પુસ્તક મહારાજા ને વાંચી સંભળાવ્યુ અને ભેટ આપ્યુ મહાત્મા ફુલેએ ૧૮૬૮ થી ૧૮૯૦ સુધીમાં વ્યસ્તા વચ્ચે અનેક પુસ્તકો અને કવિતાઓ લખી તેમા મુખ્યત્વે ગુલામગીરી,સતસાર,કિશાનોના આંસુ,ઈસારા,સત્ય શોધક સમાજની પુજા વીધી ગ્રંથ, છત્રપતી શિવાજીના પવાળા અને સાર્વજનીક સત્ય ધર્મગ્રંથનો સમાવેશ થાય છે સાર્વજનીક સત્ય ધર્મગ્રંથ લખતી વખતે જમણુ અંગ લકવાગ્રસ્ત થઈ જાય છે તેથી ડાબા હાથે અધુરો ગ્રંથ પુરો કરવા સફળ પ્રયાસ કરેલ છે એ પણ અનોખી ઘટના છે પુસ્તક લખાયા બાદ છપાવાની મહાત્મા ફુલે પાસેની શારીરીક અને આર્થીક શકિત ન હતી એ સમયે એમના પરમ મીત્ર અને સહયોગી મોરો વિઠલ વાલેકર ખબર અંતર પુછવા આવે છે ત્યારે પુસ્તકની વાત નીકળે છે એ વખતે વાલેકર કહે છે કે મારી નીજી કમાણી માથી તમારૂ અંતીમ લખાયેલુ પુસ્તક હું છપાવીસ ત્યારે મહાત્મા ફુલે સંતોષની લાગણી અનુભવે છે અને મોઢા માથી શબ્દો સરી પડે છે મોરો વિઠલ સજન પુરૂષ બ્રામણ હતા
જયારે કાલમાર્કસ પોતાની દાસ કેપીટલ લખી એ પહેલા મહાત્મા ફુલેએ ગુલામગીરી,કિશાનોના આંસુ, જેવા મૌલીક ગ્રંથો લખીને ભારતમા ધર્મના નામે ચાલતા શોષણ છુવા છુત તેમજ જાતિ ભેદ ભ્રમને ઉજાગર કરવાનુ કાર્ય કર્યું હતુ મહાત્મા ફુલેનુ સ્પષ્ટ માનવુ હતુ કે માણસ કોઈનો ગુલામ બને ત્યારે તેમના તમામ સદગુણો નાસ પામે છે. રાજકીય ગુલામી કરતા સામાજીક ગુલામી વધુ ઘાતક છે મહાત્મા ફુલે ધર્મ પરીવર્તનના પક્ષધર ન હતા હિન્દુ સમાજમા રહીને એક ડોકટરી ભુમીકા અદા કરવા માંગતા હતા તેથી કોઈપણ જાતના દબાણ કે ડર વીના વાઢકાપ કરવા અચકાયેલા નહી જરૂર જણાય ત્યારે કડવી દવા પણ આપી મહાત્મા ફુલે અખંડ ભારતના હિમાયતી વિધવા વિવાહના પક્ષધર વિધવા મુંડન સતી પ્રથાના ઘોર વીરોધી તમામ પ્રકારે છુવા છુત ભેદભાવ અને અસમાનતા ખતમ કરવા અનામતનો સીધાંત, પ્રસ્તુત કરનાર, ઈતિહાસ વાચનાર, લખનાર, અને ઈતિહાસનુ સર્જન કરનાર મેધાવી લેખક તેમજ અસમાનતા ભરી સભ્યતાને હચમચાવનાર સમાનતા સ્વતંત્રતા બંધુતાના હીમાયતી પ્રબુધ્ધ દર્શક યુગશર્જક અને ક્રાતીકારી સામાજીક ક્રાંતીના પીતા ભારતના ઉપેક્ષીત નાયક મહાત્મા ફુલેને કોટીકોટી વંદન
કરણાભાઇ માલધારી
મો. ૯૮૨૫૩ ૩૮૯૪૬

(3:28 PM IST)










