<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રઘુવંશી યુવા શકિત સંઘનો પાંચમો સ્થાપના દિનઃ રવિવારે સંગઠનના પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન

યુવાનોની આ સંસ્થાનો સંગઠન બનાવવાનો મુખ્ય હેતુઃ કે.ડી.રઘુવંશી, કુલદીપ રઘુવંશી

રાજકોટ તા. ૧૧ : તા.૧૧ એપ્રિલ ર૦ર૧ના રોજ શ્રી રઘુવંંશી યુવા શકિત સંઘના મુળ સંસ્થાપક કે.ડી.રઘુવંશી (કાછેલા ધવલ) અને સહ સંસ્થાપક કુલદીપ રઘુવંશીની સંગઠન સંસ્થાનો પાંચમો સ્થાપનાદિન છે.

સંસ્થાના યુવાન આગેવાનોએ જણાવેલ કે સંગઠનનો મુખ્ય હેતુ એ છે કે સમાજના યુવાનો માટે શકિતનો સ્ત્રત્ર બનવું, ભવિષ્યમાં આવનાર પેઢી માટે સક્ષમ અને શોર્યવાન સમાજની સ્થાપના કરવી, યુવાનો માત્ર ડોકટર, સી.એ. સુધી સીમિત ના રહે રાજય અને કેન્દ્ર સકરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી ખાતાની ભરતીઓમાં ભાગ લે જેથી કરીને યુવાનો કલેકટર, મામલતદાર, પોલીસ, આર્મી વગેરે ખાતાઓ માં જોડાય જેથી સમાજના મોટા થી લઇ નાના વર્ગ સુધીના લોકો માટે તેના હિત લક્ષી ને કાર્યો કરી શકે તથા રઘુવંશી યુવા શકિતને રાજકીય પાર્ટીમાં સ્થાન મળે તેવા શુભ પ્રયાસો પણ કરવામાં આવતો હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ સંગઠન દ્વારા રઘુવંશી સમાજ શસ્ત્રપુજનનું આયોજન રાજકોટ, મોરબી, કચ્છ વગેરે જીલ્લાઓમાં આયોજીત કરવામાં આવે છે. આ ઉપરાંત અનેકવિધ સામાજીક કાર્યો કરવામાં આવતું હોવાનું જણાવાયું છે.

આ સંગઠનમાં ગુજરાત પ્રમુખ તરીકે કે.ડી.રઘુવંશી, ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી, સૌરાષ્ટ્ર પ્રમુખ પાર્થ જોબનપુત્રા, કાનુની સલાહકાર જયભારત ધામેચા, મોરબી જીલ્લા પ્રમુખ પ્રતિક રાંચ, મોરબી જીલ્લા ઉપપ્રમુખ રક્ષીત પુજારા, કચ્છ પ્રમુખ વિરેન ઠકકર, કચ્છ ઉપપ્રમુખ ચિરાગ ઠકકર, અમદાવાદ સંગઠન મનદીપ રઘુવંશી, જેતપુર રાજ ચોટાઇ, જામનગર ઓમ રઘુવંશી, ખંભાળીયા આયુષ રઘુવંશી જવાબદારી નિભાવી રહયાં છે.

આગામી તા.૧૩ એપ્રીલ રવિાવર સાંજે ૪ કલાકે શ્રી રઘુવંશી યુવા શકિત સંઘના પ્રદેશ કાર્યાલય (ગ્રાઉન્ડ ફલોર, શ્રી જાગનાથ કોમ્પલેક્ષ, શ્રી જાગનાથ મહાદેવ મંદીરની પાછળ, યાજ્ઞિક રોડ, રાજકોટ) શ્રી રામજી મંદીરના મહંત પ.પૂ.શ્રી જયરામદાસજી મહારાજના વરદ હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવશે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)

(4:21 PM IST)