<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રાજકોટ રાજકોટની કલેકટર કચેરીમાં બોમ્બની ધમકીના પગલે એસઓજીનું ચેકિંગ: સબ સલામત: દક્ષિણ ભારતમાં ઇમેલથી આ પ્રકારની ધમકી મળતા તકેદારીના ભાગરૂપે રાજકોટ એસઓજી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું: પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમે કચેરીનો ખૂણે ખૂણે ચેક કર્યો

રાજકોટ; કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મૂકીને પગલે શહેર એસોજી દ્વારા બપોરે કચેરી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસ.ઓ.જી.પીએઇ સંજય સિંહ જાડેજા અને તેમની ટીમે બોમ્બ સ્કોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી કલેક્ટર કચેરીના ખૂણે ખૂણા ચેક કર્યા હતા જોકે કંઈ વાંધાજનક મળી આવ્યું નહોતું જાણવા મળ્યું મુજબ દક્ષિણ ભારતમાં ઈમેલથી કોઈએ આ પ્રકારની ધમકીઓ આપી હોય જેથી તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર એસોજી દ્વારા આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી જેના ભાગરૂપે આજે કલેકટર કચેરીમાં બોમ્બ મુકાયાની મોકડ્રિલ યોજી તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ વાંધાજનક મળી આવ્યું નહોતું.

(4:22 PM IST)