<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

વોલ્ગા ઘી ડેપોનો ગાયના ઘીનો નમુનો સબસ્ટાન્ડર્ડઃ ૧ લાખનો દંડ-૧ માસની કેદ

મનપાની ફુડ શાખા દ્વારા ઓમનગર પ્રજાપતિ મેઇન રોડના ર૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગઃ ૧ર ને લાઇસન્સ અંગે નોટીસ જંકશન પ્લોટના લક્ષ્મી કરીયાણા ભંડારના આખા મરીમાં પ્રતિબંધીત મીનરલ ઓઇલ મળ્યુઃ સેમ્પલ અનસેફઃ પ૦ હજારનો દંડ

રાજકોટ, તા. ૧૧: મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા તા.૦૩-ફેબ્રુઆરી-૨૦૨૦ ના રોજ 'વોલ્ગા ઘી ડેપો' ઉદયનગર-૨, શેરી નં. ૧, મવડી મે. રોડ, રાજકોટ મુકામેથી ગાયનું શુધ્ધ ઘી (લુઝ) નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ.

ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત બી.આર. રીડીંગ વધુ, રીચર્ટ વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી, ફોરેન ફેટ હાજરી તથા નોન પરમીટેડ કલરની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો 'અનસેફ ફૂડ' તથા 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ.

કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા સાહેબે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ -૨૦૦૬ ની કલમ-૫૯ તથા કલમ-૬૩ હેઠળ તકસીરવાન ઠરાવી નિલેશભાઇ ગોપાલદાસ કાનાબાર (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને ૧ માસની કેદ તથા રૂ.૧,૦૦,૦૦૦/- ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા તા.૦૮-ઓકટોબર-૨૦૨૦ ના રોજ 'લક્ષ્મી કરીયાણા ભંડાર' જંકશન પ્લોટ મે. રોડ, નાગરીક બેંક પાસે, રાજકોટ મુકામેથી 'આખા મરી (લુઝ આખા)' નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મિનરલ ઓઇલની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો ૅઅનસેફ ફૂડૅ જાહેર કરવામાં આવેલ.

જેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફટી ઓફિસરશ્રી કે.જે. સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા સાહેબે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ની કલમ-૫૯ હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઇ દયારામ ગોપલાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને "TILL RISING OF THE COURT" તથા રૂ.૫૦,૦૦૦/- ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસ ૧૫ દિવસની કેદની સજાનો હૂકમ કરેલ છે.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ઓમનગર પ્રજાપતિ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાંથીઃ               ખોડિયાર ફરસાણ, ઉમિયા પાન એન્ડ કોલ્ડ્રિંકસ, અનમોલ ચાઇનીઝ પંજાબી, જય ગોપનાથ ફરસાણ, જલિયાણ પાઉંભાજી, જય જલારામ ખમણ, સપના સોડા, જોકર ગાંઠિયા, ક્રિષ્ના મારવાડી પાણીપુરી, શિવ રસ, મારુતિ ઘૂઘરા તથા  ઓમ ઢોકળા ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(4:47 PM IST)