News of Friday, 11th April 2025
ડો.પ્રફુલ પૂજારી તથા ડો. વૃષ્ટિ રામાનુજ ના 'અર્થ ડેન્ટીસ્ટ્રી' કિલનિકનો રવિવારથી શુભારંભ
આધુનિક દંત ચિકિત્સા માટે AIIMS રાજકોટના પૂર્વ ડોકટર

રાજકોટ તા.૧૧: રાજકોટ શહેરના વિકાસશીલ દંત ચિકિત્સા ક્ષેત્રમાં નવી અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ અર્થ ડેન્ટીસ્ટ્રી ( Dental Super Speciality Centre )નામની આધુનિક ડેન્ટલ કિલનિક નો ૧૩મી એપ્રિલ ૨૦૨૫ના રવિવારે સવારે ૯ વાગે ૩૦૧, ઓર્નેટ વન, સિલ્વર સ્ટોન મેઇન રોડ ૧૫૦ ફૂટ રીંગ રોડ બિગ બજાર સામે રાજકોટ ખાતે શુભારંભ થઈ રહ્યો છે
અર્થ ડેન્ટીસ્ટ્રી ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ,ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ , રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરિયા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે ઉપસ્થિત રહેશે
અર્થ ડેન્ટીસ્ટ્રીના ડો. પ્રફુલ પૂજારી મોં તથા જડબાની સર્જરીના નિષ્ણાંત ,ડાહપણ દાઢ પાડવાના ,ડેન્ટલ ઈમ્પ્લાન્ટ, આકસ્મિક જડબા ના ફ્રેકચર ની સર્જરી, વ્યસન ના કારણે બંધ થયેલ મોઢું ખોલવાની સર્જરી તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ ની સર્જરી નો બહોળો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેમણે ૭ આંતરરા્ટ્રીય રિસર્ચ પેપર પણ રજૂ કરેલ છે.
અગાઉ રાજકોટ સિવીલ હોસ્પિટલના પૂર્વ ડોકટર તેમજ જીએમઇઆરએસ મોરબીના પુર્વ ડોકટર, તબીબ તરીકે યશસ્વી કામગીરી કરનાર ડો.વૃષ્ટિ રામાનુજ રૂટ કેનાલના નિષ્ણાંત તેમજ માઇક્રોસ્કોપ દ્વારા સર્જરી,સ્માઈલ ડિઝાઇન ,તૂટેલા દાંત ની સારવાર અને દાંત પર ના પીળા ડાઘ ની સારવાર ના અનુભવી છે. આ ઉપરાંત તેમણે ૫ આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર પણ રજૂ કરેલ છે.
અર્થ ડેન્ટીસ્ટ્રીની વિશેષતાઓઃ આધુનિક ડેન્ટલ ચેર, માઈક્રોસ્કોપ અને ડિજિટલ ઇકિવપમેન્ટ, ટુથ ઈમ્પ્લાન્ટ, બ્રેસીસ તથા કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી, બાળકોના દાંતની સારવાર, ચોકઠાં તેમજ ફિકસ દાંત બેસાડવાની સારવાર, મોઢું ખોલવાની સર્જરી, રૂટ કેનાલ ,માઈક્રોસ્કોપ દ્વારા સર્જરી, તૂટેલા દાંતની સારવાર, પેઢાને લગતી તમામ સારવાર અમે અર્થ ડેન્ટીસ્ટ્રી મારફત દર્દીઓને સરળ ,આરામદાયક અને ગુણવત્તાસભર દંત સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
(4:35 PM IST)










