News of Friday, 11th April 2025
કટારિયા ચોકડી બ્રિજ માટે ૧૧ મિલ્કતને કપાતની નોટીસ
ચોમાસા પહેલા કામ શરૂ થવા અંગે શંકા : ખાતુમુહૂર્ત કર્યા બાદ યુટીલીટી શિફટીંગની કામગીરી શરૂ કરતુ તંત્ર ઃ સર્વિસ રોડનું કામ થયા બાદ બ્રિજનું કામ ચાલુ થવાની સંભાવના

રાજકોટ, તા. ૧૧ : શહેર છેવાડાના વિસ્તારોનાં વિકાસ તેમજ શહેરની વસ્તીમાં વધારાના કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળે, વાહનોની અવરજવર સરળતા રહે. તેમજ પ્રદુષણમાં ઘટાડો કરવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ ઉપર રીંગ રોડ-ર કનેકટેડ કટારિયા ચોકડી એ ફલાયઓવરબ્રિજ બનાવવા તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે ખાતુમુર્હૂત કરવામાં આવ્યું હતું.
જો અંતર્ગત આ કામ માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત ૧૧ મિલ્કતોને નોટીસ આપવામાં આવી છે.
કાલાવડ રોડ ઉપર કટારિયા સર્કલ ખાતે ઓવરબ્રીજનું ખાતમુુહુર્ત થયા બાદ તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ કાલાવડ તરફથી અને રાજકોટ શહેર તરફથી પસાર થતાં વાહનોને ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને સાથો સાથ બ્રીજની બન્ને સાઈડ ૭.૫ મીટરનો સર્વિસ રોડ બનાવવા માટે કાલાવડ રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકવામાં આવ્યો છે. જેના લીધે લાઈનદોરીમાં આવતી ૧૧થી વધુ મિલ્કતોનું નાનું મોટુ કપાત થતું હોય તમામને જાતે દબાણ દૂરક રવાની નોટીસ આપવામાં આવી છે. સમય મર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. બ્રીજ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ આવતી ૧૧થી વધુ મિલ્કતો કપાત થશે જેની સામે વળતર માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં રોકડ વળતર, જમીન સામે જમીન, એફએસઆઈ અને એફએસએલની ખરીદી સહિતનું વળતર ચુકવવામાં આવશે.
કટારિયા ઓવરબ્રીજની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે. તંત્ર દ્વારા ૧૬૭ કરોડના ખર્ચે ડોઝ ફ્લાય ઓવરબ્રીજનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે. અને જીપીએમસી એકટ અંતર્ગત સંપૂર્ણ કાલાવડ રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકી કપાતમાં આવતી મિલ્કતોને નોટીસ આપવામાં આવી છે. પ્રારંભીક તબક્કે સર્વિસ રોડ તથા યુટીલીટી શિફ્ટીંગ માટે બી માર્કેશનની કામગીરી અંતર્ગત પીજીવીસીએલ, રોશની વિભાગ, જીપીએસસી ગેસ સર્વિસ સહિતના વિભાગોને તાકીદ કરી શિફ્ટીંગ માટેનું ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. (૯.રર)
કોને કોને નોટીસ
કોસ્મો પ્લેકસ સિનેમા
તાલુકા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ
કટારિયા શોરૂમ
ગીરીરાજ હોસ્પિટલ
જલારામ ફાસ્ટફુડ
રંગોલી રેસ્ટોરન્ટ
કિયા શોરૂમ
આઈઓસી પેટ્રોલપંપ
સરાજા હોટલ
રૂડાનો ખાલી પ્લોટ
ગ્વાલિયા રેસ્ટોરન્ટ
ફલાય ઓવર બ્રિજ ટેકનીકલ માહિતી
રાજકોટ : શહેરના નવા રીંગરોડ પર કાલાવડ ચોકડી ઉપર શહેરનો પ્રથશ એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજ તૈયાર થશે જેનુ ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનતા કાલાવડ થી રાજકોટ અને જામનગર બાયપાસ તેમજ ગોંડલ તરફથી આવતા હજારો વાહનોને રાજકોટ શહેરમાં પ્રવેશમાં સરળતા રહે તેમજ સર્કલ ઉપર થતા ટ્રાફિકજામમાંથી શહેરીજનોને મુકતી મળશે એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ ૭૪૪ મી.,ર૩.૧૦ મી. પહોળાઇ (૩ +૩ = ૬ લેન),એકસ્ટ્રા ડોઝ સ્પા.નની લંબાઇ ૧૬૦ મી., તથા મેઇન સ્પાન ૮૦.૦૦ મી.,એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ ૭૪૪ મી., ર૩.૧૦ મી. પહોળાઇ (૩ + ૩ = ૬ લેન),અન્ડ.રબ્રિજની લંબાઇ ૪૫૯ મી. (ર + ર = ૪ લેન), અન્ડ)રબ્રિજબોકસની સાઇઝ ૮.૫૦ મી. ડ ૪.૫૦ મી, સૈાપ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનિટરીંગ સિસ્ટૈમનો સમાવેશ કરાયેલ છે.ડેકોરેટીવ લાઇટીંગ અને બી.આર.ટી.એસ.લેન ગ્રેડનો સમાવેશ કરાયેલ છે
(4:49 PM IST)










