<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

શ્રમજીવી- ગોપાલનગર- ગાયત્રીનગરમાં તાકિદે અશાંતધારો લાગુ કરો

પાંચ સોસાયટીના લોકો કલેકટર કચેરીએ દોડી આવ્યાઃ વિસ્તૃત આવેદનઃ અનેક ચોંકાવનારી બાબતો જણાવી ઢેબર કોલોની- હસનવાડીમાં લઘુમતીઓની વસ્તી વધુ છેઃ હવે આ લોકો ગાયત્રીનગર- ગોપાલનગરમાં મકાનો લઇ રહયા છે

શહેરની સોસાયટીના લોકોએ તાકિદે અશાંતધારો લાગુ કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજકોટ તા.૧૧: શહેરની શ્રમજીવી સોસાયટી, ગોપાલનગર, ગાયત્રીનગર, ઢોલરીયાનગર સહિત કુલ પાંચથી સોસાયટીના રહીશો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા, અને તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. રહીશોએ જણાવ્યું હતું કે ઢેબર કોલોની અને હસનવાડી જેવા વિસ્તારોમાં લઘુમતી લોકોની વસ્તી વધુ છે અને હવે આ લોકો ગોપાલનગર તેમજ ગાયત્રીનગર જેવા વિસ્તારોમાં મકાનો ખરીદી રહ્યા છે.

સ્થાનિક રહીશોએ આ અંગે ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે આના કારણે વિસ્તારની શાંતિ અને સમરસતા જોખમાઈ શકે છે. એક સ્થાનિક વ્યકિતએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અશાંત ધારો લાગુ કરવા માટે અગાઉ વર્ષ ૨૦૨૨માં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને હવે તેઓ ઈચ્છે છે કે વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તેમની તાતી જરૂરિયાત છે અને તેઓ કલેકટર પાસે આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા રાખે છે,  રેકર્ડની ખાત્રી કરી લેવા તથા ગોપાલનગર ૪ અને પ નંબરની શેરીમાં પણ લઘુમતીઓ પ્રવેશી ગયાનો આવેદનમાં ઘટસ્ફોટ કર્યો હતો.

આવેદન દેવામાં મહેશભાઇ જાની, રાકેશભાઇ તીવારી તથા અન્ય સંખ્યાબંધ લોકો જોડાયા હતા.

(4:51 PM IST)