<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

કાલે રાજકોટમાં UPSC દ્વારા ત્રણ કેન્‍દ્રો ઉપર NDA અને CDAની પરીક્ષાઃ પૂરવઠામાં કન્‍ટ્રોલરૂમ

 

રાજકોટ તા. ૧૨:  યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા કાલે૧૩ એપ્રિલને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્‍દ્રો પર નેશનલ ડિફેન્‍સ એકેડેમી (એન.ડી.એ.) અને નેવેલ એકેડેમી પરીક્ષા (૧)-૨૦૨૫ અને કમ્‍બાઈન્‍ડ ડિફેન્‍સ સર્વિસ પરીક્ષા (૧)-૨૦૨૫ લેવામાં આવશે.

આ પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્‍યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેનો ફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૯૧ છે.

આ પરીક્ષા સંદર્ભે મહત્ત્વની સૂચનાઓ જારી કરાઈ છે. જે મુજબ, પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ પહેલાં પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. ઈ-એડમિટ કાર્ડ વગર કોઈ

ઉમેદવારોએ ઇ-એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્‍યાસ કરવો. ઉમેદવાર પરીક્ષા કેન્‍દ્રમાં માત્ર ઈ-એડમિટ કાર્ડ, પેન, પેન્‍સિલ, આઈડી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ લઈ જઈ શકશે. મોબાઇલ ફોન, અન્‍ય આઈ.ટી. કે ઇલેક્‍ટ્રોનિક ગેજેટ્‍સ, સ્‍માર્ટ/ડિજિટલ વોચ, બુક્‍સ, બેગ્‍સ (ઇ-એડમિટ કાર્ડમાં જણાવેલી સૂચનાઓ અનુસાર) પરીક્ષા સ્‍થળ પર પ્રતિબંધિત છે.

સ્‍થળ સુપરવાઇઝર આ વસ્‍તુઓ માટે કોઈ વ્‍યવસ્‍થા કરશે નહીં. ઉમેદવારે પોતાની વ્‍યવસ્‍થા જાતે કરવાની રહેશે. આ વસ્‍તુઓ ગુમ થવાના કિસ્‍સામાં કમિશન જવાબદાર રહેશે નહીં. તમામ ઉમેદવારોને ઉપરોક્‍ત બાબતોની નોંધ લેવા, નિવાસી અધિક કલેક્‍ટરની યાદીમા ઉમેરાયુ છે.

(10:56 AM IST)