હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંગળવારે ધો.૧૦-૧ર ના વિદ્યાર્થીઓ માટે ફ્રી કેરીયર ગાઇડન્સ સેમીનાર
અજય લાલવાણી, વૈદેહી નાયર અને ડો.શિતલ જાડેજા આપશે માર્ગદર્શનઃ છાત્રોએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીઓને કયા ફિલ્ડમાં જવુ એ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્ને ચિંતામાં હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એરોસ્ટાર એકેડમી તથા મારવાડી યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે તા. ૧૫ મંગળવારે બપોરે ૩ થી ૬ દરમ્યાન રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ફ્રી કેરીયર ગાઇડન્સ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. ૧૦ અને ૧૨ પછી શું કરવુ એ વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓના મુંજવતા પ્રશ્નોનું એવીએશન અને એજયુકેશન ક્ષેત્રના એકસપર્ટ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
એડમીશનની પ્રોસેસ શું છે વગેરે મુંજવતા પ્રશ્નોનુ માર્ગદર્શન આપવા એવીએશન ક્ષેત્રે વર્ષોથી કામ કરતા એવીએશન એકસપર્ટ શ્રી અજય લાલવાણી અને વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા ટીવી સ્ટાર અને જાણીતા સેલીબ્રિટી શ્રી વૈદેહી નાયર રાજકોટ આવી રહયા છે ઉપરાંત રાજકોટના એજયુકેશન એકસપર્ટ શ્રી શીતલબા જાડેજા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવવા પ્રતીબધ્ધ છે.
આ કેરીયર ગાઇડન્સ સેમીનારમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થીઓ, વાલીઓએ કાલાવડ રોડ ઉપર આવેલ એરોસ્ટાર સેન્ટર ઉપરથી ફ્રી હોલ ટીકીટ મેળવી રજીસ્ટ્રેશન કન્ફોર્મ કરાવવાનું રહેશે. વધુ વિગત માટે મો. ૭૦૬૯૬ ૦૦૦૪૧, ૯૫૧૨૦ ૨૪૦૮૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.










