News of Saturday, 12th April 2025
આડાઅવળા ધંધાને બદલે મજૂરી કર...જયેશભાઇએ સલાહ દેતાં નાના ભાઇ રવિએ લાકડીના ઘા કર્યા
બેડી ગામના યુવાનને લોહીલુહાણ હાલતમાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પરના બેડી ગામમાં ચામુંડા સોસાયટી-૧માં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં જયેશભાઇ રમેશભાઇ સીપરીયા (ઉ.વ.૩૩)ને સાંજે આઠેક વાગ્યે ઘરે હતાં ત્યારે તેના તના ભાઇ રવિ સીપરીયાએ ઝઘડો કરી ગાળો દઇ લાકડાથી હુમલો કરી કપાળે, બંને પગમાં ઇજાઓ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને હોસ્પિટલે પહોંચી જયેશભાઇની ફરિયાદ પરથી તેના ભાઇ રવિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જયેશભાઇએ કહ્યું હતું કે મારા બાપુજી હયાત નથી. મારા માતા ધનીબેન, બહેન રેખાબેન, નાનો ભાઇ રવિ મારી સાથે રહે છે. મારા પત્નિ હયાત નથી. મને એક બિમારી હોઇ અઢી વર્ષથી તેની દવા ચાલુ છે. શુક્રવારે હું અને નાનો ભાઇ રવિ ઘરે હતાં ત્યારે મેં તેને આડાઅવળા ધંધા કરીને પૈસા કમાય છે તે સારુ નથી લાગતું, મજૂરી કરીને તારુ પેટ ભર તેમ કહેતાં રવિએ ગાળો દઇ મારી સાથે ઝપાઝપી કર લાકડાથી હુમલો કરી માર માર્યો હતો.
હું દેકારો કરતો બહાર રોડ પર જતો રહેતાં રવિ ભાગી ગયો હતો. બાદમાં મેં ૧૦૮ બોલાવી હતી અને હોસ્પિટલે પહોંચ્યો હતો. મારો ભાઇ ખોટા ધંધા કરી પૈસા કમાતો હોઇ તેને આવુ નહિ કરવા સમજાવતાં તેને ન ગમતાં હુમલો કર્યો હતો. તેમ વધુમાં જયેશભાઇએ કહ્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૫)
(11:43 AM IST)










