<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

મંછાનગરમાં ૧૭ વર્ષની ધારા ખીંટએ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી

માતા-બહેન કામેથી ઘરે આવ્‍યા ત્‍યારે લટકતી મળીઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૨: આરટીઓ પાછળ મંછાનગરમાં રહેતી સત્તર વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મંછાનગર-૪માં રહેતી ધારા ધનાભાઇ ખીંટ (ઉ.વ.૧૭)એ ઘરે લોખંડના એંગલમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. સાંજે તેણીના માતા-મોટી બહેન બહાર કામ કરીને ઘરે પહોંચ્‍યા ત્‍યારે ધારા લટકતી મળતાં દેકારો મચી ગયો હતો. ૧૦૮ને જાણ થતાં તેના તબિબ રમેશભાઇએ ધારાને મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. બી-ડિવીઝનના એએસઆઇ જે. એમ. ઝાલાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર ધારા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. પિતા છુટક મજૂરી કરે છે. ધારા પોતે પણ માતા-બહેન સાથે પારકા કામ કરવા જતી હતી. ગઇકાલે તે કામે ગઇ નહોતી. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(2:40 PM IST)