<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

દેવપરા પાસે ઝૂપડપટ્ટીમાં બળતણ મામલે પાણાવારીઃ સંજના અને લાલાને ઇજા

 

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ પર દેવપરા પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી સંજના સંજયભાઇ ધાંધલપરીયા (ઉ.વ.૧૪)ને સાંજે ઘર પાસે રહેતાં લાલા, ઇકુ, વિક્કી સહિતે ઝઘડો કરી ગાળો દઇ પાણકાના ઘા કરી ઇજા પહોંચાડતાં તેમજ ધોકાથી માર મારતાં સિવિલ હસ્‍પિટલમાં દાખલ થઇ હતી.

સામા પક્ષે લાલો ઇકુભાઇ તળેટીયા (ઉ.વ.૨૦) પણ પોતાના પર સંજનાના ભાઇ જીગો, દિપક સહિતે પાણકાથી હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિ નગર પોલીસને જાણ કરી હતી. સંજનાના કહેવા મુજબ પોતે ચુલા પર રોટલા બનાવતી હતી ત્‍યારે બળતણ ખુટી જતાં રોટલો કાચો હોઇ બાજુમાં બાવળીયાના ઠુંઠા કાપેલા પડયા હોઇ તેમાંથી એક ઠુંઠુ ઉઠાવીને ચુલામાં નાંખતા ઇકુ, લાલા સહિતે તે કેમ અમારું બળતણ લઇ લીધું કહી ઝઘડો કરી મારામારી કરી  હતી.

જ્‍યારે સામે ભંગારનો ધંધો કરતાં લાલાએ કહ્યું હતું કે સંજનાનો ભાઇ દારૂ પી ગાળો બોલતો હોઇ તેને ના પાડતાં મારા પર હુમલો કર્યો હતો.

(4:17 PM IST)