News of Saturday, 12th April 2025
અક્ષરનગરમાં હનુમાન દાદાના જન્મોત્સવની ધામધુમથી ઉજવણીઃ સાંજે મહાઆરતી-દાંડીયારાસ

રાજકોટઃ અહિં ગાંધીગ્રામ, અક્ષરનગર-ર ખાતે આવેલ જયશ્રી કાનાવાળા મનોકામના સિધ્ધ હનુમાનજી મંદીરે હનુમાન જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાના મંદીરે ગુલાબ પાંદડીઓની અનેરી સજાવટ કરી સમગ્ર શેરીમાં ધજા પતાકાનો શણગાર કરાયો છે. સવારે આરતી બાદ બપોરે પ્રસાદ રૂપે સરબતનું વિતરણ કરવામાં આવેલ. સાંજે બટુક ભોજન તેમજ દાંડીયારાસના કાર્યક્રમો આયોજીત કરાયા છે. દાદાને નવી ધજા ચડાવવામાં આવી હતી. આખો દિવસ હનુમાન ચાલીસા અને ભકિત સંગીતના કાર્યક્રમથી માહોલ ધર્મમય બનાવી દેવાયો હતો. અક્ષરનગર ભાવમય બન્યું હોય તેમ હનુમાન દાદાના જન્મોત્સવના વહાલથી વધામણા કરાયાં હતાં.
(2:50 PM IST)










