News of Saturday, 12th April 2025
બાલાજી મંદિરે ભાવિકોની ભીડઃ ૧૦ થી ૧૨ લોકો બેભાન
VIP કલ્ચર બંધ કરો, સુરક્ષા વ્યવસ્થાનો અભાવ : મહાનુભાવો દર્શન કરવા આવે ત્યારે મંદિરનો પડદો બંધ કરી દેવાતા હોવાનો ભાવીકોમાં આક્રોશ

રાજકોટઃ આજે બળીયાદેવ શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે. હનુમાન મંદિરોમાં હનુમાન ભકતો ઉમટી પડયા છે. વહેલી સવારથી દર્શનનો લાભ લઇ રહ્યા છે. ત્યારે અહિંના સુપ્રસિધ્ધ એવા શ્રી બાલાજી મંદિરે આજે નિજ મંદિરે દર્શન કરવા આવનાર ૧૦ થી ૧૨ ભાવિકો ગરમીના કારણે બેભાન થઇ ગયા હોવાનું મંદિરે દર્શન કરવા આવેલા ભાવિકોએ જણાવ્યું હતું.
શ્રી બાલાજી મંદિરે આજે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. તો બપોરના સાયે દાદાના દર્શન કરવા માટે ઘસારો વધી ગયો હતો. અસહ્ય ગરમી અને ભીડ વચ્ચે ૧૦ થી ૧૨ જેટલા ભાવિકો બેભાન થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં તાત્કાલીક ૧૦૮ બોલાવવામાં આવી હતી.દરમિયાન ભાવિકોએ એવો આક્રોશ વ્યકત કર્યો હતો કે કોઇ મોટા મહાનુભાવો આવે ત્યારે મંદિરના પડદા બંધ કરી દેવામાં આવે છે. અને એ લોકોના ગયા બાદ મંદિરના પડદા ખોલવામાં આવતો હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો.
વીઆઇપી કલ્ચર બંધ કરાવવા અને સુરક્ષા વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું ભાવિકોએ જણાવ્યું હતું.
(3:08 PM IST)










