News of Saturday, 12th April 2025
માલીયાસણ પાસેથી ૫૯ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
કર્ણાટક તરફથી આવેલો ગેરકાયદે દારૂનો જથ્થો ટંકારા નજીક પહોંચી વોટસએપ કોલથી મળનારી સુચના મુજબ આગળ ઉતારવાનો હતોઃ ડ્રાઇવરની ધરપકડઃ દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ, વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા.૧૨: મોડી રાત્રે રાજકોટ- અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ નજીકથી પૂર્વ બાતમીના આધારે ૫૯ લાખથી વધુ કિંમતનો દારૂ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. રાજસ્થાના ટ્રક ચાલક પુરખસિંહ સુજાનસિંહ રાજપુરોહિત (ઉ.વ.૩૪ રે. રડવા, તા.જી. બાડમેર) ને ઝડપી લઇ પુછપરછ કરાતા આ જથ્થો કર્ણાટકથી મોકલાયાનું ખુલ્યું છે.
મોરબીના ટંકારા આસપાસ આ જથ્થો ઉતારવાનો હોવાનું બહાર આવ્યું છે.
ટ્રકમાં લદાયેલી ૮૩૬ પેટી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં સીલ્વર સ્ટ્રીમ, ગ્રીન એપલ, વોડકાની ૧૮૦ એમ.એલ.ની ૫૪૨૪ બોટલ, ઓરેન્જ વોડકા ૧૮૦ એમએલની ૩૩૧૨ બોટલ, એવરગ્રીન રિઝર્વ વિસ્કી ૧૮૦ એમએલની ૧૯૨ બોટલ, આઇસ મેજીક ગ્રીન એપલ વોડકાની ૭૫૦ એમએલની ૨૮૩૨ બોટલ, આઇસ મેજીક ઓરેન્જ ફલેવરની ૭૫૦ એમએલની ૪૯૬૮ બોટલનો સમાવેશ થાય છે.
પોલીસે ટ્રક નં.જીજે-૦૬-એએકસ-૬૩૫૦ નંબરનો ટ્રક અને ડ્રાઇવર પાસે રહેલો મોબાઇલ (૭૭૪૦૯ ૧૯૫૦૪) કબ્જે કરી દારૂ મોકલનાર અને મંગાવનાર બુટલેગરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ૫૯ લાખનો દારૂ, ટ્રક, મોબાઇલ, તાલપત્રી, રોકડ સહિત ૬૯,૩૭,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂ-જૂગારના કેસ શોધી કાઢવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ, વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથી આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.આર. ગોંડલીયા, પી.આઇ. એમ.એલ. ડામોર, પી.આઇ. પી.એચ. જાદવ, પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા તથા સ્ટાફના અમીત અગ્રાવત, સંજય રૂપાપરા, દિપક ચોૈહાણ, દિલીપ બોરીચા, મયુર મિયાત્રા, રાજેશ જલુ, ગિરીરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, વિશાલ દવે અને જયરાજ કોટીલા સહિતની ટીમે કરી હતી. પોલીસે વ્હોટ્સએપ કોલ પર જેની સાથે વાત ચાલુ હતી તે નંબરને આધારે સુત્રધાર સહિતની શોધખોળ હાથ ધરી છે.
(3:58 PM IST)










