તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 13th April 2025
ગંજીવાડામાં રામામંડળ રમાતું હોઇ છોટાહાથીના ચાલક જંગલેશ્વરના ઉમરે હોર્ન વગાડતાં મહેશ ઉર્ફ દાઉદે માર મારી છરી ઝીંકી

રાજકોટઃ શહેરના ભાવનગર રોડ પર ગંજીવાડા મેઇન રોડ પર ભૈયાવાડી પાસે મારામારીની ઘટના બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જંગલેશ્વર મેઇન રોડ પર હુશેની ચોકમાં રહેતો અને સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતો ઉમર ઉર્ફ ડાડો હનીફભાઇ કંડીયા (ઉ.વ.૨૩) નામનો યુવાન પોતાના વાહન છોટાહાથીમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ભરીને ગંજીવાડા રોડ પરથી નીકળતાં રસ્તામાં રામામંડળ રમાતું હોઇ અને તેના કારણે ટ્રાફિક હોઇ ઉમરે હોર્ન વગાડતાં ત્યાં ઉભેલા ગંજીવાડામાં જ રહેતાં મહેશ ઉર્ફ દાઉદ મુળજીભાઇ મકવાણાએ તું કેમ હોર્ન વગાડે છે? કહી બોલાચાલી કરી ગાળો દેતાં ઉમર ઉર્ફ ડાડાએ ગાળો દેવાની ના પાડતાં મહેશ ઉર્ફ દાઉદે ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી તેમજ છરીથી હુમલો કરી માથામાં ડાબી બાજુએ ઘા મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં.
બનાવને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ઝઘડો શાંત પડાવ્યો હતો. ઘાયલ થયેલો ઉમર સારવાર લેવા પહોંચતા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. એચ. એન. ડામોરે તેની ફરિયાદ પરથી મહેશ ઉર્ફ દાઉદ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
(11:32 AM IST)










