તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 13th April 2025
કામનાથ સોસાયટીના નિલમબેન બલરને પતિ હિતેષનો ત્રાસઃ ચારિત્ર્ય પર શંકા કરી હેરાનગતિઃ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ કોઠારીયા રોડ કામનાથ સોસાયટી-૧માં રહેતાં નિલમબેન હિતેષભાઇ બલર (ઉ.વ.૩૭)ને પતિ મવડીની દિપજ્યોત સોસાયટીમાં રહેતાં હિતેષ જીવરાજભાઇ બલરે ખોટી શંકા કરી ત્રાસ આપતાં ફરિયાદ થઇ છે.
નિલમબેનના પિતાનું નામ બાબુભાઇ સરધારા છે. તેણી હાલ કામનાથ સોસાયટીમાં માવતરે રહે છે. તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે લગ્નના છ મહિના થયા ત્યાં જ પતિએ ત્રાસ આપવાનું ચાલુ કરી દીધુ હતું. પતિ નાની નાની વાતે ઝઘડા કરી તેમજ ચારિત્ર્ય પર ખોટી શંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે. પીઆઇ બી. ટી. અકબરીના માર્ગદર્શનમાં પીએસઆઇ બી.આર. પલાચરીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:36 AM IST)










