હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
રાજકોટ યાર્ડમાં કાચી કેરી અને લીંબુના ભાવ વધ્યા : જાણો શાકભાજીની કેટલી આવક
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા ફેરફારો : ગૃહિણીઓના બજેટ પર પડે સીધી અસર

રાજકોટ :શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
આજે રાજકોટ યાર્ડમાં કાચી કેરીનો પ્રતિ મણનો ભાવ 600થી 900, લીંબુ 1500થી 3100, સાકરટેટી 250થી 420, ડુંગળી સુકી 61થી 260, મુળા 300થી450, રીંગણા 400થી 600, ભીંડો 850થી 1020, વાલોળ 1050થી 1230, ગાજર 250થી 400 અને મેથી 200થી 400 જોવા મળ્યો છે.

(1:57 PM IST)










