<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

સહકાર ભારતીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ઉદય જોષીજી અને રાષ્‍ટ્રીય સંગઠન મંત્રી સંજય પાંચપોરજી કાલે રાજકોટમાં

વિવિધ સંસ્‍થાઓની મુલાકાત લેશે, સૌરાષ્‍ટ્રના સહકારી અગ્રણીઓ સાથે સંવાદ કરશે

રાજકોટઃ સહકાર ભારતી એ ૧૯૭૯ થી સમગ્ર ભારતના સહકારી ક્ષેત્રમાં કાર્યરત  અખિલ ભારતીય સંગઠન છે.૧૧ જાન્‍યુઆરી ૧૯૭૯ ના રોજ તેની સ્‍થાપના થઈ. ‘વિના સસ્‍કાર, નહિ સહકાર' એ સહકાર ભારતીનો બીજમંત્ર છે. કાશ્‍મીરથી કન્‍યાકુમારી સુધી સમગ્ર ભારતમાં કાર્યરત સહકાર ભારતી એ બહુઆયામી, સાર્વજનીક, બિનરાજકીય, સ્‍વૈચ્‍છીક સગઠન છે. સહકારી ક્ષેત્રમાં તે મિત્ર, માગદર્શક અને તત્‍વ ચિંતકની ભૂમિકાથી સહકારીતાની શુધ્‍ધિ, વળધ્‍ધિતેમજ સમળધ્‍ધિ માટે સંપર્ક, સેવા અને સમર્પણ આ ત્રણ સૂત્રોને ઘ્‍યાનમાં રાખીને સહકારી ક્ષેત્રમાં સંખ્‍યાત્‍મક વળધ્‍ધિ સાથે સાથે ગુણાત્‍મક પરિવર્તન માટે સતત કાર્યરત છે. હાલમાં તે દેશના ૨૮ રાજયોના ૬૫૦ થી વધારે જિલ્લાઓમાં કાર્યરત છે. દેશ તથા સમાજનો સર્વાગીણ વિકાસ માત્ર સંગઠીત શક્‍તિ દ્વારા જ થઈ શકશે એવા વિચાર સાથે સહકાર ભારતીના હજારો જવાબદાર કાર્યકર્તાઓ તથા સહકારી ક્ષેત્રના વિકાસ માટે કામ કરી રહયા છે.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ ‘સહકાર ઘ્‍વારા સમળધ્‍ધિ'નું તાજેતરમાં જ સૂત્ર આપ્‍યું છે.

સહકાર ભારતીના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ  શ્રી ઉદય જોષીજી તથા રાષ્‍ટ્રીય સંગઠન મંત્રી શ્રી સંજય પાચપોરજી ના રાજકોટના પ્રવાસ આવી રહયા છે. સહકારી કાર્યકર્તાઓને તેઓનું માર્ગદર્શન તથા સહકારી ક્ષેત્રના વર્તમાન પ્રવાહો અંગે જાણકારી મળે એવા હેતું થી સહકારી ક્ષેત્રમાં વર્ષો થી કાર્યરત એવા સહકારી અગ્રણીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે મંગળવાર  બપોરના ૪ વાગ્‍યાથી રાજકોટ નાગરીક સહકારી બેંક મુખ્‍યાલય, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે  રાખવામાં આવેલ છે.

સહકાર ભારતીરાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી ઉદય જોષીજી ૧૭,સપ્‍ટેમ્‍બર ૧૯૫૭ના રોજ મહારાષ્‍ટ્રના લાતુર માં જન્‍મેલા ઉદયજી જોશી  કોલેજ કાળથી જ રાષ્‍ટ્રભક્‍તિ ના રંગે રંગાયેલા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યકર તરીકે જાહેર સેવાઓમાં જોડાવાની શરૂઆત કરી હતી. સહકારી ક્ષેત્રમાં એમની વિશેષ લાગણી રહી છે. તેઓ  અર્બન કોઓપરેટીવ બેંકોમાં ગુડ ગવર્નન્‍સ વિષય પર પીએચડી  કરેલ છે. રાષ્‍ટ્રીય સહકારી ચળવળમાં ૩૭ વર્ષથી સતત પ્રવળત્ત રહ્યા છે.અલીબાગની જેએસએમ કોલેજમાં કોમર્સના લેક્‍ચરર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જ્‍યાં તેમને સતત ૩૫ વર્ષ  સેવા આપી, ૨૦૧૬ માં વાણિજ્‍ય વિભાગના વડા તરીકે નિવળત્ત થયા હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્‍સિલના સભ્‍ય તરીકે સેવા આપીને શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. હાલ નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્‍ડિયા (NCUI)  તથા NAFCUB માં ડીરેક્‍ટર તરીકે સેવા આપે છે.

 છેલ્લા પાંચ વર્ષથી કેન્‍દ્ર સરકાર ના નાણામંત્રી સાથે પ્રી-બજેટ પરામર્શ માં સહકારી ક્ષેત્રનું  પ્રતિનિધિત્‍વ પણ કરે  છે.

શ્રી સંજય ગંગાધરરાવ  પાચપોરેઃ

સામાજિક કાર્યકર્તા તરીકે જાણીતા સંજયજી હાલમાં સહકાર ભારતી ના રાષ્‍ટ્રીય સંગઠન મંત્રી તરીકે બજાવે છે. સહકાર ભારતી દેશના સહકારી સંસ્‍થાઓમાં એક સૌથી વિશાળ સંગઠન છે એનું કેન્‍દ્ર મુંબઈ છે. ૧૯૯૦ માં મહારાષ્‍ટ્ર ના નાંદેડ જીલ્લાના પરભણી ગામથી શરૂ કરેલ સામાન્‍ય કાર્યકર્તા તરીકેની રાષ્‍ટ્ર સેવાની આરાધના ‘પૂર્ણકાલિન સંઘ પ્રચારક' તરીકે સતત ચાલી રહી છે. શરૂઆતના સમયમાં  ગ્રામીણ સ્‍તરથી માંડી  રાષ્‍ટ્રીય સ્‍તર સુધી વિકસિત થયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સક્રિય કાર્યકર્તા થી કામ શરૂ કરી મહારાષ્‍ટ્ર, ગુજરાત, રાજસ્‍થાનના ગામડાઓ, તાલુકાઓ અને જિલ્લાઓની શાળા, કોલેજો, વ્‍યવસાયિક કોલેજો અને વિશ્વ વિદ્યાલયો સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં નેતળત્‍વ તૈયાર કર્યું.એબીવીપીના અસંખ્‍ય કાર્યકર્તાઓની એક શળંખલા શ્રી સંજયજીના માર્ગદર્શનમાં  બની છે. એમણે વિદ્યાર્થીઓમાં સામાજિક ભાવના ઉપરાંત દેશભક્‍તિની ચિનગારી જગાવી છે. રાષ્‍ટ્રના મુશ્‍કેલીના સમયે સેવાપ્રકલ્‍પ અને આંદોલન કરી શકે એવા સક્રિય નાગરિકો આજે શ્રી સંજયજીને એક આદર્શ માર્ગદર્શક માને છે.

 વિદ્યાર્થી પરિષદમાં પ્રશિક્ષિત થયેલ ઘણા લોકો સામાજિક સમરસતા ના કાર્યમાં  પણ જોડાયા છે. સમાજની અંદર સમરસતા નિર્માણનું આંદોલન ઊભું થયું. આ વિષયને લઈને તેઓએ ે પૂરા ભારત વર્ષની  યાત્રા કરી.

સમરસતા માટે ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન-અધ્‍યયન કરતાં ‘‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં બાબાસાહેબના વિચારો આદર્શ બની શકે છે'' એ પ્રકારનું એમને મરાઠી ભાષામાં પુસ્‍તક પણ લખ્‍યું છે.  મરાઠા યુનિવર્સિટીને ૅડો. બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટીૅ નું નામ આપવા માટે તેમણે મહત્‍વની ભૂમિકા નિભાવી છે. તેમ જણાવ્‍યું છે.

(3:51 PM IST)