હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
ડો.બાબાસાહેબ આંબેડકરજીને વંદના- કેક કટીંગ ભાજપ-કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટઃ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની આજે ૧૩૪ મી જન્મજયંતિ છે. ભાજપ, કોંગ્રેસ અને વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર, કેકકટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ભાજપ પ્રવકતા, રાજુભાઇ ધ્રુવ, રાજદીપસિંહ જાડેજા, કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઇ રાડીયા, સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન પુશ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મૂકેશભાઇ દોશી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:23 PM IST)










