<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ડો. બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્‍મ જયંતિ નિમિત્તે જીવન પ્રસંગ રૂપે સ્‍મરણાંજલિ

 

ડૉ.ભીમરાવ રામજીભાઈ આંબેડકરનો જન્‍મ ૧૪મી એપ્રિલ -૧૮૯૧ માં થયેલ હતો. તેઓ બચપણથી જ અભ્‍યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેમના વાંચન વિશેનો એક પ્રસંગ છે. ડૉ. આંબેડકરજીને વાંચન પ્રત્‍યેનો અદભૂત લગાવ હતો. ઘરમાં લાવેલા પુસ્‍તકોનું વાંચન પુરૂ ના કરે ત્‍યાં સુધી રાત્રી નાં સમયે ફાનસના અને જરૂર પડ્‍યે મ્‍યુનિસિપલ નાં થાંભલાની લાઈટના અજવાળે પણ વાંચન કરતાં હતાં. તેમની આવી વાંચન પ્રવળત્તિ નિહાળી તેમના પિતાજી પુસ્‍તકો ખરીદી આપતા હતા.

ડૉ. ભીમરાવજીનું વાંચન અને તેમના વિચારો, બુદ્ધિ ચાતુર્યના તેજ થી તેમનો ચહેરો હંમેશા ઝળહળતો જોવા મળતો. વડોદરાના તે સમયના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે ડૉ.ભીમરાવ જીને મેટ્રિકની પરીક્ષા પછી શિષ્‍યવળત્તિ આપીને ઉચ્‍ચ શિક્ષણ મેળવવા અમેરિકા મોકલ્‍યા હતા. જુલાઈ -૧૯૧૩ માં તેઓએ ન્‍યુયોર્ક શહેરમાં જઈ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અર્થશાષા સાથે એમ. એ.ની ડિગ્રી ઉતિર્ણ કરેલી.

 તેમના વિષયમાં વધુ જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્‍છાને કારણે ડૉ. આંબેડકરજી ઇંગ્‍લેન્‍ડના લંડન શહેરમાં સ્‍કૂલ ઓફ ઇકોનોમિકસ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સમાં ડી. એટ લૉ ની ડિગ્રી પ્રાપ્‍ત કરી હતી. તે સમયના વિશ્વના જાણીતા જ્‍યોન ડ્‍યુઈ પછીના મહાન અર્થશાષાી તરીકે જાણીતા બન્‍યા હતા. તેઓએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. કોલંબિયા યુનિવર્સિટીએ તેઓને ‘‘સિમ્‍બોલ ઓફ નૉલેજ'' ની ઉપાધિથી સન્‍માનિત કરેલા હતાં.

ડૉ. સાહેબની એક ખાસ વિશેષતા એ હતી કે, તેઓએક વખત ભોજન કરી, બીજી વખતના ભોજનનો ત્‍યાગ કરી તે રકમમાંથી નવા પુસ્‍તકો ખરીદી તેનું વાંચન કરતા..આ પ્રસંગ આપણાં સૌ માટે પ્રેરણાદાયી બની રહેશે..????

(દિલીપભાઈ જયાશંકર ભટ્ટ, રાજકોટ.)

(2:31 PM IST)