<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

મહાવીર જન્‍મકલ્‍યાણકે પાંજરાપોળમાં ૭૫૧ મરઘાને અભયદાન

જીવદયા ગ્રુપ રાજકોટ તથા બાપાસીતારામ ગૌ સેવા મંડળ દ્વારા જીવદયા કાર્ય :રાજકોટ પાંજરાપોળમાં ૧૫૧ મણ તેમજ રાણકપુર પાંજરાપોળમાં ૩૦૦ મણ ઘાસચારો અર્પણ

રાજકોટ, તા. ૧૪: મહાવીર જન્‍મકલ્‍યાણક નાં રોજ જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળનાં સંયુકત ઉપક્રમે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ૭૫૧ મરધા ના જીવોને નીભાવ ખર્ચ રૂા. ૬૦૦૦૦ તેમજ ૧પ૧ મણ ઘાસચારો અર્પણ કરવામાં આવેલ.

આ સાથોસાથ બોટાદ જિલ્લાની રાણકપુર મહાજન  પાંજરાપોળમાં આગ લાગતા સંપૂર્ણ ઘાસ બળી જતા, અબોલ જીવો ને ભૂખ્‍યા રહેવું પડે તેવી પરિસ્‍થિતિ ની જીવદયા ગ્રુપના ઉપેનભાઈ મોદી ની જાણમાં આવતા બાપા સીતારામ ગૌ સેવા મંડળના સમીરભાઈ કામદાર તથા હીરેનભાઈ કામદાર દ્વારા દાતાઓના સહકારથી ૩૦૦ મણ લીલુ ઘાસ અર્પણ કરવામાં આવ્‍યું.

સમગ્ર જીવદયા સેવા કાર્યને સફળ બનાવવા ઉપેનભાઈ મોદી તથા સમીરભાઈ કામદાર ના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈ મોદી, નીરવભાઈ સંઘવી, હીતેશભાઈ દોશી, રમેશભાઈ દોમડીયા, વિરેન્‍દ્રભાઈ સંઘવી, દીનેશભાઈ મોદી, હર્ષદભાઈ મહેતા, મેહુલભાઈ રવાણી, મીહીરભાઈ મોદી, હીરેનભાઈ કામદાર, હીંમાશુભાઈ ચીનોય, ભરતભાઈ બોરડીયા, અરૂણભાઈ નિર્મળ, હરેશભાઈ વીંછી, દીનેશભાઈ મોદી, કીર્તિભાઈ પારેખ, નીખીલભાઈ શાહ, અશ્વિનભાઈ અજમેરા, યોગેશભાઈ મહેતા, હરેશભાઈ દોશી, જીગરભાઈ દોમડીયા, નિલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ, નીલેશભાઈ દોશી, પ્રશાંતભાઈ દોશી, વિજયભાઈ દોશી, હેતલબેન દોશી, ડિમ્‍પલબેન શાહ, એકતાબેન શાહ, અલકાબેન બોરડીયા, બકુલાબેન શાહ, જીગ્નેશભાઈ શાહ, પ્રશાંતભાઈ દોશી, હેમાબેન મોદી તથા પારસભાઈ મોદી  વગેરે એ જહેમત ઉઠાવેલ. પાંજરાપોળના ટ્રસ્‍ટી મુકેશભાઈ બાટવીયા એ ટેલિફોનિક શુભેચ્‍છાઓ પાઠવેલ હતી. અજયભાઈ વખારિયાએ સર્વેને કોલ્‍ડ્રીંક્‍સ પીવડાવેલ હતું.(૬.૧૪)

(2:46 PM IST)