હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરીલા સફર દ્વારા કાલે મોહમ્મદ રફી કરાઓકે મ્યુઝીકલ નાઇટઃ હેમુ ગઢવી હોલ ખાતે નિઃશુલ્ક કાર્યક્રમ
૧૬ થી ૧૭ ગાયકો સદાબહાર ગીતો રજુ કરશેઃ બાળકો દ્વારા ડાન્સ પરફોર્મ રજુ કરવામાં આવશે

રાજકોટઃ મનીષ પેશાવરિયા પ્રસ્તુત સુરીલા સફરનો ચોથો કરાઓકે કાર્યક્રમ આવતીકાલે તા.૧પને મંગળવારના રાત્રીના ૯ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે યોજવા જઇ રહયો છે. જેનું ટાઇટલ છે મોહમ્મદ રફી કરાઓકે મ્યુઝિક નાઇટ.
આ કાર્યક્રમમાં જયેશભાઇ ઉપાધ્યાય, રસીકભાઇ બદ્રકીયા (પ્રમુખ, ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટ) અને સુરેશભાઇ મારૂ (નિવૃત એ.એસ.આઇ) ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમમાં રાજકોટના મનીષ પેશાવરીયા (વોઇસ ઓફ રફી) ઉપરાંત કમલેશ ભારદીયા, શૈલેષ કડેચા, ચંદ્રેશ ત્રેટીયા, વિનુભાઇ ઠકરાર, મેહુલ શર્મા, કામીની રાણપરા, નિશા ભટ્ટી, પ્રિતી તન્ના, મીતા રાજાણી, ભાવના પંડયા, રોહીત સુરેલીયા, નિલેશ પંચાસરા અને નલીન આહયા (એડવોકેટ) (હેમંત કુમારના ગીતો) જુદા જુદા સુમધુર કંઠે ેસૌને ગીતો સંભળાવશે. સાઉન્ડ ઓર્ગેનાઇઝર એ.આર.સાઉન્ડ (આશીષ રાઠોડ) દ્વારા કરવામાં આવનાર છે. જયારે કાર્યક્રમનું સંચાલન એંકર નીતીન બદ્રકીયા દ્વારા તેમની શૈલીમાં કરવામાં આવશે.
કાર્યક્રમના પાસ નિઃશુલ્ક હેમુ ગઢવી હોલ ખાતેથી મળી શકશે. વિશેષ માહીતી માટે મનીષ પેશાવરીયા (મો.૯૮૯૮ર પ૯૮૯૮) નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)










