હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેટોડા જીઆઇડીસીના કાંતીભાઇ દાફડાએ પોલીસના ત્રાસથી ઝેરી દવા પીધી
આપઘાતની કોશીષ પુર્વે પોલીસના ત્રાસ અંગે સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કર્યો : કાંતીભાઇ રાજકોટ હોસ્પીટલમાં સારવારમાં

રાજકોટ, તા., ૧૪: મેટોડા જીઆઇડીસીના આધેડે પોલીસના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતની કોશીષ કરતા ચકચાર જાગી છે. આધેડે આપઘાતની કોશીષ પુર્વે પોલીસના ત્રાસ અંગે સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ પાસે નિલકમલ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતા કાંતીભાઇ અરજણભાઇ દાફડા (ઉ.વ.પ૪)એ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. કાંતીભાઇ દાફડાએ આપઘાતની કોશીષ પુર્વે પોલીસના ત્રાસ અંગે સોશ્યલ મીડીયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, પોતાને તેના ફોન ઉપર કોઇ અજાણ્યા શખ્સે ગાળો આપતા મેટોડા પોલીસ મથકમાં અરજી કરી હતી અને અરજી અન્વયે મેટોડા પોલીસ મથક ખાતે ફરીયાદ લખાવવા ગયેલ ત્યારે હાજર એક પોલીસ જમાદારે જાતી પ્રત્યે અપમાનીત કરી કહેલ કે તું ગમે તેટલી અરજી કર, કંઇ નહિ થાય ? હવે તારૂ જોઇ લઇશ. તેમ કહેતા હું ત્યાંથી મારા ઘરે ચાલ્યો ગયો હતો. પોલીસ જમાદારે ગેરવર્તન કરેલ હોય અને મારા જાન ઉપર જોખમ હોય પોલીસ રક્ષણની જરૂરીયાત હોય મેં પોલીસમાં અરજી કરેલ હતી.










