<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આજીડેમ ગોકુલપાર્કમાં છોકરા બાબતે કમલાબેન અને નણંદ શિલ્‍પાબેન પર હૂમલો

ભત્રીજો શની અને તેની પત્‍ની હિરલે મારમારતા બંને સારવારમાં

રાજકોટ, તા. ૧૪ :  આજીડેમ પાસે ગોકુલ પાર્કમાં છોકરા બાબતે મહિલા તથા તેના નણંદ સાથે ઝઘડો કરી ભત્રીજા અને તેની પત્‍નીએ મારમારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

મળતી વિગત મુજબ આજીડેમ માનસરોવર પાસે ગોકુલ પાર્કમાં રહેતા કમલાબેન કાલીદાસભાઇ દુધરેજીયાત (ઉ.૩પ) રાત્રે તેના ઘરે હતા ત્‍યારે છોકરા બાબતે તેના ભત્રીજા શની અને તેની પત્‍ની હિરલે ઘરે આવી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારતા કમલાબેનના ઘરે રોકવા આવેલા નણંદ શિલ્‍પાબેન દશરથભાઇ કાપડી (ઉ.વ.૩પ) (રહે. માંડાડુંગર ગોકુલ પાર્ક) વચ્‍ચે પડતા તેને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે. (૯.૧૬)

(3:48 PM IST)