હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચકચારી જી.એસ.ટી. બિલીંગ કૌંભાડના ગુન્હામાં બોગસ પેઢી બનાવનાર રાજકોટના મુખ્ય સુત્રધારના જામીન મંજુર
બોગસ પેઢી બનાવી સાડા ત્રણ કરોડના ખોટા બીલો બનાવી સરકાર સાથે છેતરપીંડી કરતા ગુન્હો નોંધાયેલ

રાજકોટ, તા.૧૪: દેશભરમાં ચકચાર જગાવનાર પત્રકાર મહેશ લાંગાને સંડોવતા મસમોટા જી.એસ.ટી. ચોરી કૌંભાડમાં રાજકોટ ખાતેથી બોગસ પેઢી બનાવી ઓપરેટ કરનાર ધ્રુવ પ્રવિણભાઈ સિંધવના જામીન રાજકોટની સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલા છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડા કરાર બનાવીને ‘પરમાર એન્ટરપ્રાઈઝ' નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ.ટી. ઓફીસના સરનામાવાળા બોગસ બીલો રજુ કરીને ‘પરમાર એન્ટરપ્રાઈઝ' ના નામથી જી.એસ.ટી. નંબર મેળવી બોગસ ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે કુલ-૧૪ પેઢીઓના સંચાલકો સાથે મળી ગુન્હાહિત કાવત્રુ રચી સાડા ત્રણ કરોડ રૂપીયાના બનાવટી બીલીંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈન્વટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને મોટુ આર્થિક નુકશાન પહોંચાડતા સી.જી.એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીની ફરીયાદના આધારે રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢી બનાવી ખોટા બીલ આપનાર તરીકે ધ્રુવ સિંધવનુ નામ ખુલતા આરોપી ધ્રુવની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો.
આરોપી ધ્રુવને જેલ હવાલે કરાતા આરોપીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી મુખ્યત્વે એવી રજૂઆતો કરેલ હતી કે, હાલના આરોપી અન્ય આરોપીઓને ઓળખતા નથી કે કોઈ આરોપીએ ઁપરમાર એન્ટરપ્રાઈઝઁ નામની બનાવટી પેઢી ઉભી કરી ગેરકાયદેસર ઈન્સ્પટ ટેક્ષ ક્રેડીટ મેળવવા ખોટા દસ્તાવેજોના આધારે જી.એસ.ટી. નંબર મેળવેલ હોય કે કેમ તેની પણ જાણ નથી અને ‘પરમાર એન્ટરપ્રાઈઝ' નામની પેઢીમાં કોઈ પદ ઉપર ન હતા કે તે પેઢી સાથે અન્ય કોઈ રીતે સંડોવાયેલ ન હોય તેમજ હાલના ગુન્હામાં ગેરકાયદેસર આર્થિક લાભ મેળવેલ હોવાનુ પોલીસ બતાવી શકે તેમ નથી તેમજ આરોપી સામે ફકત જી.એસ.ટી. કાયદા હેઠળ ફોજદારી કેસ થઈ શકે જી.એસ.ટી. કાયદા હેઠળ ગુન્હો બનતો હોય તયારે ભારતીય ફોજદારી સંહિતા હેઠળ બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાની કલમો લાગ કરી શકાય નહી જી.એસ.ટી. કાયદો સ્પેશ્યલ એકટ છે જેમા પોલીસ એફ.આઈ.આર. દાખલ કરી વ્યકિતને જેલમાં રાખી શકે નહી તેવા સંજોગોમાં આરોપીને વિશેષ સમય કસ્ટડીમાં રાખવા પૂરતો મજબૂત પુરાવો પોલીસ કાગળોમાં અસ્તીત્વ ધરાવતો નથી જેથી આરોપીને તાત્કાલીક જામીન મુકત કરવા જોઈએ જેવી વિસ્તળત રજૂઆતો સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને કરેલ હતી.
જયારે પોલીસ દ્વારા જામીન અરજીના કામે અભિપ્રાય રજૂ કરી જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ હતુ કે આરોપી દ્વારા હાલના કેસમાં બોગસ બીલો બનાવી સરકારને કરોડો રૂપીયાનું નુકશાન પહોંચાડેલ છે જેથી આરોપીને જામીન મુકત કરવા જોઈએ નહી તેવી રજૂઆતો સરકારી વકીલ મારફતે કરેલ હતી. બન્ને પક્ષકારોની રજૂઆતના અંતે સેશન્સ અદાલત દ્વારા સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા આધારીત હોય આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અરજદારને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા સહિતની શરતોને આધીન આરોપીને જામીન મુકત કરવા હુકમ કરેલ હતો. આ કામે આરોપી ધ્રુવ સિંધવ વતી રાજકોટના ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયેલ હતા.(૨૩.૧૪)










