News of Monday, 14th April 2025
૨૦મીએ રાજકોટમાં કૂકીંગ શો-કુકીંગ કોમ્પીટીશન
નલીન એન્ટરપ્રાઈઝ, રાઈઝીંગ ઈન્ડિયા અને મહેતા ટ્રસ્ટના ઉપક્રમે :ચાર વિભાગમાં યોજાશે સ્પર્ધા, વાનગી તૈયાર કરી લાવવાની રહેશે, ફોર્મ ભરી દેવા

રાજકોટઃ નલીન એન્ટરપ્રાઈઝ, રાઈઝીંગ ઈન્ડીયા અને સ્વ.ગુણવંતરાઈ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.૨૦ને રવિવારે બપોરે બે વાગ્યાથી ગીતાંજલી હોલ. (ભક્તિનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે) ખાતે કુકિંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ વાનગીઓ ઘરેથી બનાવીને લાવવાની રહેશે. અને સ્થળ પર ફક્ત ગોઠવવાની રહેશે.
આ સ્પર્ધા કુલ ચાર વિભાગમાં વહેંચાયેલી છે. જેમાં એ ગ્રુપમાં ફરાળી-જૈન અથવા મિલેટ વાનગીઓ...બી ગ્રુપમાં લંચબોક્ષ વાનગીઓ, સી ગ્રુપમાં અન્ય કોઈપણ વાનગીઓ બનાવીને ભાગ લઈ શકાશે. ડી ગ્રુપમાં લંચબોક્ષ વાનગીઓ, સી ગ્રુપમાં અન્ય કોઈપણ વાનગીઓ બનાવીને ભાગ લઈ શકાશે, ડી ગ્રુપમાં સ્પોન્સર ચોઈસની વાનગીઓ રહેશે. ભાગ લેનાર વ્યક્તિ એક કરતા વધુ ગ્રુપમાં અને એક કરતા વધુ વાનગી બનાવીને ભાગ લઈ શકશે. પરંતુ આ માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ડેકોરેશન, ટેસ્ટ, રેસીપી, પ્રશ્નજવાબ, ન્યુટ્રીશન વેલ્યુ, આ પાંચ મુદ્ાના આધારે જજીસ પોતાનો નિર્ણય નક્કી કરશે.
આ સમગ્ર સ્પર્ધા એ.સી.હોલ ખાતે યોજેલ છે. સ્પર્ધાના દિવસે પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા બધાને ફોટા પાડી આપવામાં આવશે.. તદ્ ઉપરાંત સ્પર્ધાના દિવસે ઠંડા પાણી અને ઠંડા પાણીની સાથે સાથે સ્નેક્સની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ યોજનામાં કુકીંગ એક્સપર્ટ શ્રી ધૈરવભાઈ શાહ, શ્રી હર્ષિલભાઈ શાહ, શ્રીમતિ દમયંતિબેન મહેતાની સાથે ટીમ મેમ્બર્સ શ્રીમતિ ભૂમિકાબેન શાહ, શ્રીમતિ ભાવિબેન મોદી, શ્રીમતિ સોનલબેન શાહ, રી અનીતાબેન બાલવાણી, શ્રી ભૂમિબેન અઘારા, શ્રી રાયાબેન લોલીયાણી શ્રી સાક્ષીબેન મોદી, શ્રી મિતાલીબેન ભીંડે, શ્રી નિકુંજભાઈ ઉમરેઠીયા, શ્રી રવીભાઈ સુરાણી, શ્રી પૂર્વિશભાઈ વડગામા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૯૮૨૫૧ ૫૮૪૮૫, ૦૨૮૧ ૨૨૨૩૨૦૭ ઉપર સંપર્ક કરવો.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)(૪૦.૨૭)
(3:33 PM IST)










