News of Tuesday, 15th April 2025
રાજકોટ સંલગ્ન સુરેન્દ્રનગર ગુરૂકુળમાં આગથી બચવાના ઉપાયો અંગે કાર્યક્રમ

રાજકોટ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા - સુરેન્દ્રનગરમાં માનવસર્જિત આપત્તિ અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો. આગ સલામતી માર્ગદર્શન અંતર્ગત ફાયર વિભાગના અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.જ્યારે આવી કોઈ ઘટના બને તો તેમાં ગભરાટ વગર ફાયર સેફ્ટી માટે સ્કૂલમાં ઘરમાં કે અન્ય કોઈ જાહેર જગ્યાએ લગાવામાં આવેલા ફાયર બોટલનો ઉપયોગ કરી આગમાં ફસાયેલા લોકોને મદદ કરવી તથા વધુ પ્રમાણમાં આગ લાગી હોય તો ફાયર બ્રિગેડના અધિકારીને હેલ્પલાઈન નંબરમાં કોલ કરવો વગેરે માહિતી આપવામાં આવી હતી. આગથી બચાવના નિદર્શન વિદ્યાર્થીને બતાવવામાં આવેલ. આ કાર્યક્રમ દરમિયાન ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓ, સંસ્થાના સંચાલક શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી, સમગ્ર શિક્ષક સ્ટાફ ગણ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.
(10:22 PM IST)










