News of Tuesday, 15th April 2025
રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો જસદણ કોર્ટ દાવો આગળ ચલાવવા પાત્ર ન જણાતા રદ કર્યો
૭ વર્ષ બાદ વેચાણ થઇ ગયેલ ખેતીની જમીનમાં પોતાનો હકક જમાવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો જસદણ કોર્ટે ફગાવ્યો

રાજકોટઃ જસદણ તાલુકાના વિરનગરની રે.સ.નં. ર૩૪ પૈકી ૧ પૈકી ૧ ની ખેડવાણ જમીન પ્રતિવાદી પ્રેમજીભાઇ નારણભાઇ ધાડિયા તથા શારદાબેન મોહનભાઇ રાદડીયાએ સહ પ્રતિવાદી ગીગાભાઇ ભાયાણી પાસેથી રજી. વે. દ. અનુ. નં. ર૯૪ર તા. ૩/૧૧/રં૦૧પ ના રોજ સબ રજી. કચેરી જસદણ ખાતે રજીસ્ટર્ડ કરાવેલ જે ૭ વર્ષ બાદ વેચનારના વારસોએ જસદણ કોર્ટમાં દાવો દાખલ કરેલ અને આ દાવાવાળી મિલ્કતમાં પોતાનો હકક ડુબાડવામાં આવેલ છે. અને અમારી સંમતી લીધા વગર વેચાણ કરવામાં આવેલ મીલ્કતનો દસ્તાવેજ રદ કરવા ર૦ર૧ માં દાવો કરેલ જેની કોર્ટની નોટીસ મળતાની સાથે પોતાનો બચાવ કરવા રાજકોટનાધારાશાષાી મુકેશભાઇ ભટ્ટીને વકીલ તરીકે રોકેલ અને દાવો ચાલે તે પહેલા પ્રાથમીક તબકકે દાવો ટકવા પાત્ર ન હોય જેથી સીવીલ પ્રોસીઝર કોડની કલમ ૭ રૂલ ૧૧ મુજબ અરજી સાથે સાયોગીક પુરાવા રજુ કરેલ અને દસ્તાવેજ રજીસ્ટડ થયેલ છે.
૭ વર્ષ પછી દસ્તાવેજનો અવેજ પણ મળી ગયો હોય તેમ છતાં પાછળથી કોઇ આ દાવો કરવાનું પુરતુ કે વ્યાજબી કારણ ન હોય તેમજ અવેજ મળી ગયા બાદ ખેડુતે દસ્તાવેજ ઓફિસમાં હાજર રહી પોતાની સહી તથા અંગુઠાના નીસાન કરી આપેલા છે. અને પાછળથી દાનત બગડતા આ દાવો કરવામાં આવેલ છે. વિગેરે બાબતે ધારદાર દલીલ તથા નામ. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ જજમેન્ટના આધારે જસદણના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે. એન. દવેએ દાવો પ્રતિવાદીની તરફેણમાં રહેતા સીવીલ પ્રોસીઝર કોડની કલમ ૭ રૂલ ૧૧ મુજબની અરજી મંજુર કરી દાવો પ્રાથમિક તબકકે જ રદ કરવા હુકમ ફરમાવ્યો.
આ કેસમાં પ્રતિવાદી પ્રેમજીભાઇ નારણભાઇ ધાડિયા તથા શારદાબેન મોહનભાઇ રાદડિયા તરફે રાજકોટના ધારાશાષાી મુકેશભાઇ ભટ્ટી તેમજ સહાયક તરીકે રાજ એમ. ભટ્ટી, ઉદીત આંબલીયા તથા ધિમાંશુ ભટ્ટી રોકાયેલા હતા. (૩૬-૮)
(2:00 PM IST)










