News of Tuesday, 15th April 2025
શહેર ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઇ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ મહિલા મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, સૌરાષ્ટ્ર ઝોન ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રૂવ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક નેતા મનીષભાઇ રાડીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, આ કાર્યક્રમના રાજકોટ શહેરના સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, સહસંયોજક ભરતભાઇ શીંગાળા, હરેશભાઇ કાનાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેષભાઇ ઢોલરીયા, રાજદીપસિંહ જાડેજા, પૂજાબેન પટેલ, રમેશભાઇ પરમાર સહિતનાએ ડો. આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર અન ેપુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.
(2:16 PM IST)










