તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th April 2025
યુનિ.રોડ જૈન સંઘમાં ડો.સુભાસાશ્રીજી સાધ્વીજી અને આકાંશાશ્રીજી મહારાજ સાહેબ કાલે વ્યાખ્યાન ફરમાવશે

રાજકોટઃ યુનિવર્સીટી રોડ જૈન સંઘમાં નવપદજીની શાશ્વતી આયંબિલ ઓળીની શરૂઆત પહેલા અતર વાયણાથી ચોવિહાર કરાવીને કરેલ આ સંઘમાં વર્ષ ર૦૮૧-ર૦૮ર-ર૦૮૩ના ચૈત્રી આયંબીલ ઓળીના દાતા પરિવાર ત્રણેય પરિવાર સાથે મળીને ત્રણ વર્ષ સુધી આયંબીલ કરાવશે. (૧)નિલમબેન જયકાંતભાઇ વાઘર પરિવાર, (ર)કલાવંતીબેન ભુપતલાલ માઉં પરિવાર, (૩)નિલમબેન ભરતભાઇ મહેતા પરિવાર.
આ સમગ્ર ઓળી પ.પુ.સાધ્વીજી ભગવંત ભકિતસુરી સમુદાયના ભાવપુર્ણશ્રીજી મ.સાહેબના સુશિષ્યા પ.પુઉધ્યાનીરસાશ્રીજી મ.સાહેબ આદિ ઠાણા-ર એ આ સંઘમાં નિશ્રા પ્રદાન કરેલ છે. અને આગામી ચાતુર્માસ પણ તેઓની નીશ્રા જ સંઘને પ્રાપ્ત થયેલ છે.
આયંબીલ તપના તપસ્વીઓ આ કાળજાળ ગરમીમાં પણ બધુ ભુલીને આત્માને સિધ્ધ ગતિ માટે જે કોઇએ આયંબીલની તપヘર્યા કરેલ તેની સકળ સંઘ તેમજ કારોબારી ભુરી-ભુરી અનુભોદના પાઠવે છે. ઓળી કરનાર પપ તપસ્વીઓ હતા અને રોજ ૭૦ થી ૮૩ સુધીની સંખ્યા થતી હતી. તા.૪/૪/રપ થી ચાલુ કરી તા.૧ર/૪/રપ સુધી ખુબ જ ઉલ્લાસ-ઉત્સાહ પુર્વક બધાએ તપヘર્યા કરેલ છે. ધારાસભ્ય શ્રીમતી દશર્ાીતાબેન શાહે યુનિવર્સીટી જૈન સંઘમાં આયંબીલો લાભ આ સેવામાં આપેલ. દરેક તપસ્વીઓને કેસર તીલક કરીને બહુમાન કરેલ, દરરોજ ૧૦૦ રૂપીયાથી વધારી પ્રભાવના પણ સંઘમાં થતી હતી.
ત્યારબાદ આયંબીલ માટે શ્રી ચંદ્રીકાબેન મહેતા તથા શ્રી કૌશીકાબેન શાહે જહેમત ઉઠાવેલ હતી.
શ્રમણ સાંપ્રદાયના ડો.સુભાસાશ્રીજી સાધ્વી મહારાજ તથા આકાંશાશ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબ તા.૧૬ બુધવારે સવારે ૮:૩૦ થી ૯:૩૦ સંઘમાં વ્યાખ્યાન ફરમાવશે. સર્વેએ લાભ લેવા વિનંતી કરાઇ છે.
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે યુનિ.રોડ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન તપગચ્છ સંઘના પ્રમુખશ્રી અનીષભાઇ વાધર, ઉપપ્રમુખશ્રી ઉમેશભાઇ શેઠ, મંત્રીશ્રી પ્રકાશભાઇ કોઠારી, ટ્રસ્ટીશ્રી કેતનભાઇ મહેતા, નયનભાઇ ભાયાણી, દાતા પ્રશાંતભાઇ મહેતા, શૈલેષભાઇ માઉં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:35 PM IST)










