<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પ્રેમ અને સદભાવના થકી જ સમાજમાં સામાજીક સમરસતાનું સ્‍થાપન થાય : ઉદય કાનગડ

વોર્ડ નં. ૧૫ માં ડો. આંબેડકરજીની જન્‍મ જયંતિ નિમિતે સમુહ ભોજન અનુ ભીમ ભજનનો કાર્યક્રમ સંપન્‍ન : સામાજીક સમરસતાનો સંકલ્‍પ

રાજકોટ : બંધારણના ઘડવૈયા, ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્‍મ જયંતિ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્‍પાંજલી, ભાવ વંદના, કેક કટીંગથી ઉજવણી, સંવિધાનનું પઠન સહિતના અનેક કાર્યક્રમ યોજવામાં આવ્‍યા હતા. તે અંતર્ગત વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડની અઘ્‍યક્ષતામાં અને સહયોગથી વોર્ડ-૧પમાં અમુલ સર્કલ અને નવા થોરાળા મેઈન રોડ ખાતે સ્‍વરૂચી ભોજન સમારોહ અને ભીમ ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ કે પ્રેમ અને સદભાવના થકી જ સમાજમાં સામાજીક સમરસતાનું સ્‍થાપન થાય છે તેવા ડો. બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને મુર્તિમંત કરવાના ભાગરૂપે અહીં ભોજન અને ભીમ ભજન કાર્યક્રમનું આયોજન કરેલ છે. સામાજિક સમરસતા એ વર્તમાન સમયની માંગ છે. ડો. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા સંગઠિત બનો, સંઘર્ષ કરો અને શિક્ષિત બનો એ સૂત્રને વ્‍યવહારમાં અમલી બનાવવામાં આવે તો જ સમાજમાં સમરસતાનો વિકાસ કરી શકાય. ડો. આંબેડકરજીનું સ્‍વપ્‍ન હતું કે ભારત જ્ઞાતિ-જાતિના ભેદભાવોમાંથી બહાર આવે અને સમાજરચના જ્ઞાતિવિહીન બને ત્‍યારે સામાજિક સમરસતા માટે વ્‍યકિતના અધિકારો કરતા ફરજોને વધુ બળ આપવું જોઈએ. તેમ અંતમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન કરતા ધારાસભ્‍ય ઉદય કાનગડે જણાવેલ હતું. આ કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્‍વિન મોલીયા, પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ ઉપાઘ્‍યક્ષ રમેશભાઈ પરમાર, પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના રાજુભાઈ અઘેરા, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ રતાભાઈ પરમાર, અનુ.મોરચાના પૂર્વ પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, લાખાભાઈ બગડા, સંજય બગડા, વજુભાઈ લુણસીયા, નાનજીભાઈ પારઘી, દેવજીભાઈ ખીમસુરીયા, દયાબેન સોલંકી, વરજાંગભાઈ હુંબલ, નિલેશભાઈ હેરભા, જયપાલ કાઠી, રવી ગોહેલ, મોન્‍ટુ વીસરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત લતાવાસીઓએ ભોજન અને ભીમ ભજન-સત્‍સંગનો આસ્‍વાદ માણ્‍યો હતો.

(2:39 PM IST)