હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઠારીયા રોડ પરના વિસ્તારો ૧.૬૬ કરોડના ખર્ચે ડામરથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૬માં કુલ રૂ.૧.૬૬ કરોડના ખર્ચે ‘એક્શન પ્લાન' હેઠળ ડામર રિ-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, રૂચિતાબેન જોશી, કંચનબેન સિધ્ધપુરા, કીર્તિબા રાણા, પ્રભારી વરજાંગભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રાજેશભાઇ લીલા, વોર્ડ મહામંત્રી મનુભાઇ પ્રજાપતિ, જીણાભાઈ ચાવડા, હસુભાઈ કાચા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ કિયાડા, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, દેવિકાબેન રાવલ, ભીખાભાઈ ગજેરા, નારણભાઈ, રાયમલભાઈ ચાવડા, સુરેશભાઈ મેતા, અર્જુનભાઈ ડવ, લાલભાઈ હુંમ્બલ, બાબુભાઈ હરસોડા, ભાર્ગવભાઈ મિયાત્રા, ઘનશ્યામભાઈ મહેતા, ધીરૂભાઈ, પ્રકાશભાઈ બસીયા, રાજુભાઈ સોલંકી, અક્ષયભાઈ અજાગીયા, બાવલાભાઈ, ચાંદનીબેન ગોંડલીયા, દીપ્તિબેન રાણા, મનિષાબેન ગોહેલ, હેતલબેન ડાંગર, દિપાલીબેન પરમાર, ભાવનાબેન કાચા, હંસાબેન ડાંગર, જશુબેન રૈયાણી, મનિષાબેન ટોળીયા, જીજ્ઞાબેન રામાણી, સરલાબેન, ભાવનાબેન ડોડીયા, દક્ષાબેન ભાલુ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્તમાં પટેલનગર શેરી નં.૬ અને સદભાવના શેરી નં.૪, જુના હુડકો ક્વાટર્સ, મણીનગર શેરી નં.૧ થી ૬, મહાત્મા ગાંધી સોસાયટી અને મેઈન રોડ, હુડકો-ડી ક્વાટર્સ શેરી નં.૧૫,૨૧,૨૨,૨૭, હુડકો-સી તથા ડી ક્વાટર્સ વગેરે સોસાયટીના રસ્તાઓ પર ડામર રિ-કાર્પેટ કરવામાં આવનાર છે. આ કામગીરીથી વિસ્તારવાસીઓની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે. (૯.ર૧)










