તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 15th April 2025
રામનગરમાં માનસીક બીમારીથી કંટાળી રાજેશભાઇનો આપઘાત
પરિવારજનો ઘરે આવતા પ્રોૈઢને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્યોઃ પરિવારમાં આક્રંદ

રાજકોટઃ તા.૧૫: ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા પ્રોૈઢે માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ડી માર્ટની પાછળ રામનગરમાં રહેતા રાજેશભાઇ નાથાલાલભાઇ રૂપાણી (ઉ.વ.૫૫) એ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા પ્રોૈઢને લટકતી હાલતમાં જોતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા રાજેશભાઇનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસમાં જાણ કરતા માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રાજેશભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતા. તે કડીયાકામ કરતા હતા તેણે માનસીક બીમારીથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. (૩.૧૭)
(2:45 PM IST)










