News of Tuesday, 15th April 2025
૯૦ ટકા કિસ્સાઓમાં ઓટીઝમનું કારણ જેનેટિક હોય છે, જે જન્મજાત તાસીરમાંથી આવે છે
બાળકોમાં ઓટિઝમકનું નિદાન તેના વતૃનનો અભ્યાસ કરીને કરવામાં આવે છેઃ ડો. દિશા દેસાઇ

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. મીરા ધામી, ડો. દીશા દેસાઇ અને વિકાસ પબ્લીસીટીના શ્રેયાંશ મહેતા નજરે પડે છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
ઓટીઝમ શું છે ? ઓટીઝમ એક એવો ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જેમા બાળકને સામાજિક આંતરક્રિયા અને અભિવ્યકિતમા મુશ્કેલી પડે છે. તેમા બાળકમાં વારંવાર થતી એકજ પ્રકારની વર્તનની અને હલનચલનની ભાતો જોવા મળે છે. ઓટીસ્ટીક બાળકોને સામાજિક સંબંધો બાંધવામા, ભાષાનો ઉપયોગ કરવામા, તેમની લાગણીને વ્યક્તિ અને નિયંત્રિત કરવામા મુશ્કેલી અનુભવાય છે. તે ઉપરાંત સામેવાળી વ્યકિતને સમજવામાં પણ તેઓને મુશ્કેલી પડે છે. આ પ્રકારના બાળકને સપોર્ટની સતત જરૂર પડે છે.
સામાન્યતઃ નેવુ ટકા કિસ્સાઓમા ઓટીઝમનુ કારણ જેનેટિક હોય છે જે જન્મજાત તાસીરમાથી આવે છે. અમુક કિસ્સાઓમા ઓટીઝમ મગજની અન્ય કોઈ તકલીફને કારણે પણ જોવા મળે છે.
બાળકમાં ઓટિઝમનુ નિદાન તેમના વર્તનનો અભ્યાસ કરીને કરવામા આવે છે. આ પ્રકારનુ નિદાન ડેવલપમેન્ટલ પિડિયાટ્રીશયન દ્વારા કરવામા આવે છે.
ઓટીઝમમા શું કરી શકાય ? સંશોધનો દર્શાવે છે કે વિવિધ થેરેપીઝ જેવી કે ઓકિયુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટીગ્રેશન, કોગનીટીવ બીહેવિયર થેરેપી, ઓરાલ પ્લેસમેન્ટ થેરેપી, એબીએ થેરેપી,પ્લે થેરેપી અને એકવાટીક થેરેપી દ્વારા ઓટીસ્ટીક બાળકોને સારવાર આપી શકાય. ઘણા આનુધિક સંશોધનો એવુ દર્શાવે છે કે એકેવટીક થેરેપીની અસરો ઘણી કારગત નીવડે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં એક માત્ર રાજકોટ ખાતે સનરાઈઝ એકવા થેરેપી અને પિડિયાટ્રીપ રિહેબ સેન્ટરમાં આ સારવાર ઉપલબ્ધ છે. આ અંગેની વધુ માહિતી ડો. દિશા દેસાઈ પાસેથી મેળવી શકાય છે.
ઓટીસ્ટીક બાળકોની ઘરે શું માવજત કરી શકાય ? આવા બાળકોને ઘરે એક સુરક્ષિત વાતાવરણ આપવુ જોઇએ. વધુમા વિવિધ પ્રવળતિઓનુ એક સેડયુલ આપવુ જોઈએ બાળકની સાથે ઘરના સૌ સભ્યોએ સતત કોમ્યુનીકેટ કરતા રહેવુ જોઈએ. આવા બાળકને સમાન વયજૂથના બાળકો સાથે રમત ગમતમા પ્રવળત થવા માટે પોત્સાહન આપવુ જોઈએ.
ઓટીઝમ અંગેની જાગળતતા ખૂબ જરૂરી છે કારણકે બાળકનુ જેટલુ વહેલુ નિદાન થાય તેટલી વહેલી તેને થેરા પ્યુટિક સારવાર મળે તો તેમા સુધારણાની શકયતાઓ વધી જાય છે. તદઉપરાંત આ પ્રકારની જાગળતિ સમાજના લોકોમા ઓટીઝમ અંગેની સ્વીકળતિ અને સમજણ વિકસાવે છે. મો. ૮૧૨૮૧૮૪૮૪૫ (૩૬ -૬)
(2:46 PM IST)










