News of Tuesday, 15th April 2025
જેતપુરમાં રવિવારે ૧૦૮ સર્વજ્ઞાતિય શાહી સમુહલગ્નોત્સવ
કરીયાવરમાં દીકરીઓને ૭૫થી વધુ વસ્તુઓ અપાશેઃ ભવ્ય વરઘોડો નિકળશેઃ સંતો મહંતો આશિર્વચન આપશે, રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજકોટઃ જેતપુર શહેરની અગ્રણી સામાજિક સેવા સંસ્થા સીટી કાઉન્સિલ દ્વારા ૧૭ માં ભવ્ય સર્વ જ્ઞાતિ શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં ૧૦૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો રાજકીય આગેવાનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
‘‘સેવા પરમો ધર્મ'' યુકિતને સાર્થક કરતાં ગૌં.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાનાં સ્મરણાર્થે જયેશભાઇ રાદડિયા ધારાસભ્યનાં સહયોગ અને માર્ગદર્શન નીચે ૧૯૯૮ થી સીટી કાઉન્સિલ દ્વારા મુકામે તોહનું વાવેતર સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પરંપરા મુજબ આગામી તા. ૨૦ રવિવારના રોજ જુનાગઢ રોડ પર આવેલ રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે ૧૭ માં સર્વ જ્ઞાતિ શાહી સમુહ લગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૦૮ નવ દંપતી પ્રભૂતામાં પગલા પાડી પોતાનાં નવજીવનની શુભ શરૂઆત કરશે.
આ સમુહ લગ્નમાં નવદંપતીઓને દાતાઓના સહકારથી કરિયાવરમાં કબાટ, પલંગ, ગાદલા, ખુરશી, ગેસનો ચુલો, વાસણ સહિત ૭૫થી વધુ વસ્તુ આપવામાં આવશે. સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦૦ દિકરીઓને કન્યાદાન જેવી અમૂલ્ય સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી હોવાનું સંસ્થાના અગેવાનોએ જણાવ્યું છે.
આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપત્તિઓને જે જે શ્રી પ્રિયાંકરાયજી મહોદય (મોટી હવેલી) સ્વામિનારાયણ મંદિરના મહંત નીલકંઠરણદાસજી સ્વામી આશિર્વચન પાઠવશે. આ પ્રસંગે કેબિનેટ રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, કુવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો મહેન્દ્રભાઈ પાડલીયા, અર્જુનભાઈ મોઢવાડિયા, રાજુભાઈ પટેલ, રમેશભાઈ ધડુક, જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ મીનાબેન ઉસદડિયા, જશુમતીબેન કોરાટ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સમુહ લગ્નને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી માન. જયેશભાઇ રાદડિયાની આગેવાનીમા સંસ્થાનાં લીડર જયંતીભાઈ રામોલિયા, વી. ડી. પટેલ, પ્રવિણભાઈ ગજેરા, સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઈ વોરા, સેક્રેટરી વિનોદભાઈ કપુપરા, પ્રોજેક્ટ ચેરમેન પ્રવિણભાઈ નંદાણિયા, મનહરભાઈ વ્યાસ, કૈલાસભાઈ વૈષ્ણવ, રતીલાલ ખાચારિયા, સવજીભાઇ બુટાણી, અમીતભાઈ ટાંક, યોગેશભાઇ શિંગાળા તેમજ સંસ્થાનાં મેમ્બરો જેહમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)(૪૦.૨૨)
(2:47 PM IST)










